સેનામાં મહિલાઓ માટે કાયમી કમિશન આપવા સુપ્રિમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી તા. ૧૭ઃ સુપ્રીમ કોર્ટે આજે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે સેનામાં મહિલાઓન  ે કાયમી કમિશન આપવા માટેનો આદેશ કર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે સામાજિક અને માનસિક કારણ દર્શાવીને મહિલા અધિકારીને આ અવસરથી વંચિત રાખવા માટેની બાબહત માત્ર ભેદભાવ જ નથી બલ્કે તે અસ્વીકાર્ય પણ છે. કોર્ટે જોરદાર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારને પોતાના વલણ અને માનસિકતાને બદલી નાંખવા માટેની જરૃર છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી રાખીને કહ્યું હતું કે મહિલાઓના સેનાના ૧૦ વિભાગોમાં સ્થાયી કમીશન આપવામાં આવે તે જરૃરી છે. કોર્ટે મહિલાઓને કમાન્ડ ન આપવા સાથે સંબંધિત સરકારના તર્કને પણ ફગાવી દીધો હતો. સાથે સાથે સરકારના તર્ક અને અન્ય રજૂઆતોને ફગાવી દીધી હતી. જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટીસ અજય રસ્તોગીની બેંચે કહ્યુ હતુ કે મહિલા અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા  એક વિકાસની પ્રક્રિયા તરીકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના નિર્ણય પર કોઇ બ્રેક મુકવામાં આવી નથી. છતાં કેન્દ્ર સરકાર તરફથી હાઇકોર્ટના નિર્ણયને લાગુ કરવામાં આવ્યો નથી. હાઇકોર્ટના ચુકાદા પર કાર્યવાહી કરવાના નિર્ણય પર કોઇ કારણ હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે તમામ નાગરિકોને અવસરની સમાનતા મળે તે જરૃરી છે. લૈગિંક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીના માર્ગદર્શન કરનાર છે.

મહિલાઓની શારીરિક વિશેષતા પર કેન્દ્ર સરકારના વિચારોને ફગાવી દેવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે સેનામાં સમાનતા લાવવાની જરૃર દેખાઇ રહી છે. ૩૦ ટકા મહિલાઓ વાસ્તવમાં યુદ્ધ મેદાન જેવા વિસ્તારોમાં તૈનાત છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્થાયી કમીશન આપવાના ઇન્કારની બાબત ભેદભાવ સમાન છે. તે પૂર્વાગ્રહોને પણ રજૂ કરે છે. સુપ્રિમ કોર્ટે જોરદાર ફટકાર કેન્દ્ર સરકારને લગાવતા કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની દલીલો હેરાન કરનાર સમાન છે. સુપ્રિમ કોર્ટના આદેશને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને ખૂબ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવે છે. સેનામાં રહેલી મહિલાઓના હિતમાં આ નિર્ણય આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારને આ આદેશમાં કોઇ ફટકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જ ભાવિ રણનીતિ પર નિર્ણય કરવામાં આવનાર છે. સુપ્રિમ કોર્ટના નિર્ણયને લઇને જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના આદેશનુ સ્વાગત કરવામાં આવ્યું છે. આના કારણે મહિલાઓની ભાગીદારી સેનામાં અનેક ગણી વધવાના સંકેત પણ છે. સાથે સાથે હાલની અધિકારીઓને પણ મોટી રાહત અને પ્રોત્સાહન મળનાર છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારની પીછેહઠ થઇ હોવાનુ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમકોર્ટે કહ્યું કે, સ્થાયી કમિશન આપવાથી ઈન્કાર સ્ટીરિયોટાઈપ્સ પૂર્વગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. મહિલાઓ-પુરૃષોની સાથે ખભેખંભા મિલાવીને કામ કરે છે. કેન્દ્રની દલીલો પરેશાન કરનારી છે. મહિલા સેના અધિકારીઓને દેશનું ગૌરવ વધાર્યુ છે. સુપ્રિમકોર્ટે કેપ્ટન તાન્યા શેરગિલનું ઉદાહરણ આપ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ આ આદેશ પછી પણ યુદ્ધભૂમિમાં મહિલાઓની તૈનાતીની શક્યતા જણાતી નથી.

close
Nobat Subscription