માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૫૦૦૫ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૨૯૬.૮૯ સામે ૫૦૭૩૮.૨૧  પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૫૯૧.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૮૪.૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય  શેરબજારનો સેન્સેક્સ ૩૫૨.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૬૫૧.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ  ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૮.૧૫ સામે ૧૫૦૬૨.૦૦  પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૪૯.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૪૦.૨૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી  ફ્યુચર ૧૧૩.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૦૭૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૫૫૨૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૫૨૪ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૪૮૯૧ ના નીચા મથાળે નોંધાવી ૩૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૫૫૧૦  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૬૮૦૩૫ ના મથાળેથી ખુલીને રૂ. ૬૮૦૭૬ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૭૯૫૦ ના નીચા મથાળે નોંધાવી ૬૬૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૮૦૦૦  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...  અમેરિકામાં બોન્ડ યીલ્ડ આગળ વધતા અટકતાં વૈશ્વિક શેરબજારમાં ફરીથી સુધારો નોંધાતા ભારતીય  શેરબજારમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ગત  સપ્તાહમાં જંગી બ્લોક ડિલ્સ વચ્ચે એનએસઈમાં ટેકનીકલ ખામીને લઈ થયેલા ફેબ્રુઆરી વલણના અંતમાં કડાકા  બાદ નવા સપ્તાહે ફંડોની શેરોમાં ફરી નવી લેવાલી નોંધાતા સતત ત્રીજા દિવસે તેજી તરફી ચાલ આગળ વધી હતી.  સરકાર દ્વારા આર્થિક ગતિવિધીને સુધારવા માટે એક પછી એક પગલાં લેવામાં આવતા અને ગત સપ્તાહના અંતે  ત્રીજા ત્રિમાસિકના જીડીપીના આંકડામાં સુધારો નોંધાતા ભારતીય શેરબજાર પર પોઝીટીવ અસર જોવા મળી  હતી.  સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું  વેક્સિનેશન કરતાં તેની અસર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના નવા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અને વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ અને અગ્રણી નેતાઓ દ્વારા વેક્સિન લેવામાં આવતાં આગામી દિવસોમાં આ  વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે  ભારતીય શેરબજાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો  હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૧% અને નેસ્ડેક ૧.૬૯% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ  ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની  વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ  ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૪૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૦૮ અને વધનારની  સંખ્યા ૧૬૬૮ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૯ શેરોમાં ઓનલી  સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, કોરોના મહામારી અને લોકડાઉન જેવી નકારાત્મક પરિસ્થિતિઓથી પ્રભાવિત  દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષના ડિસેમ્બર માસના ત્રીજા  ત્રિમાસિક માટેના જીડીપી આંકડાઓ મુજબ દેશના અર્થતંત્રમાં ૦.૪%નો વિકાસ નોંધાયો છે. નાણાંકીય વર્ષ  ૨૦૨૦-૨૧ના પહેલા બે ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ નકારાત્મક રહ્યો હતો. ઉપરાંત ફેબ્રુઆરી માસ  દરમિયાન ભારતીય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કામગીરીમાં આંશિક ઘટાડો નોંધાયો હોવા છતાં નવા ઓર્ડર્સમાં થયેલા  વધારાને પગલે કંપનીઓએ ઉત્પાદન અને ખરીદીમાં વધારો કર્યો હોવાથી તેઓ આગામી સમયમાં કામગીરીમાં  વૃદ્ધિ માટે આશવાદી વલ ણ જોવા મળે છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ  સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ  વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી  ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

લાર્સન એન્ડ ટૂબ્રો (૧૫૦૧) ઃ કન્સ્ટ્રકશન શ્ ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૭  આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩  થી રૂ.૧૫૪૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

રામકો સિમેન્ટ (૧૦૦૫) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૭૩ ના સપોર્ટથી  ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિન્દો ફાર્મા (૮૮૧) ઃ રૂ.૮૬૮ નો પ્રથમ તેમજ રૂ.૮૫૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ  સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

બાયોકોન લિમિટેડ (૪૦૧) ઃ બાયોટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ ના  ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

ટાટા મોટર  (૩૫૦) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટોપલોસ આસપાસ  ખરીદવાલાયક કમર્શિયલવિહિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ આસપાસ નફાલક્ષી  ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit