Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નશામુકિતના શપથ સાથે નીકળી જનજાગૃતિ રેલીઃ મેયર-મહનુભાવો જોડાયા

રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાના નેતૃત્વમાં નશામુકત ભારત અભિયાન હેઠળ

                                                                                                                                                                                                      

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગરમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહનવ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં નશા મુક્ત ભારત અભિયાન જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

રેલીમાં ડીએસ ગોજીયા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ૨૭ ગુજરાત બીએન એનસીસી જામનગર, ૮ ગુજરાત નવલ યુનિટ એનસીસી, વિવિધ સંસ્થાઓ વગેરે જોડાયા હતા. અને સમાજ અને રાષ્ટ્રને નશા મુક્ત કરવા અંગે શપથ લીધા હતા. ત્યારબાદ મહાનુભાવોએ લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

રેલી દરમિયાન નશાના દુષણથી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી વિપરીત અસરો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવા યુવાનો નશાથી દૂર રહે અને અન્ય લોકોને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલીમાં નશા વિરોધી વિવિધ સૂત્રો સાથે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંત્રીઓએ ઉપસ્થિત સૌને નશાની લતથી યુવાનોનું ભવિષ્ય ન બગડે અને નવી પેઢી સ્વસ્થ, સશક્ત તથા વિકાસલક્ષી બને તે માટે પરિવાર, શાળા, સમાજ અને વહીવટી તંત્ર સૌ સાથે મળીને કાર્ય કરે તે જરૂરી હોવાનું જણાવાયું હતું.

રેલી સર્કિટ હાઉસ થઈ, લાલ બંગલો સર્કલ, ટાઉનહોલ, ત્રણબત્તી, લીમડા લાઇન, તુલસી હોટલ, લાલબંગલો સર્કલ થઈ સર્કિટ હાઉસ પરત ફરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂ૫ડીયા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, શહેર પ્રાંત અધિકારી એસ.ડી.બારડ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, બાળ સુરક્ષા અધિકારી આર.જે.શીયાર, સમાજ સુરક્ષા અધિકારી રામાણી, આગેવાનો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh