જામનગરના ચકચારી ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓના રીમાન્ડની મુદ્દત પૂર્ણ

જામનગર તા. ૧૯ઃ જામનગરના ચકચારી ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલા નગરસેવક તેમજ ફાયરીંગ કરના બે અને તેના ચાર સાગરીતોને તપાસનીસ એલસીબી તેમજ એસઓજીએ રીમાન્ડ પર લીધા હતાં. તમામ સાત આરોપીના આજે રીમાન્ડ પૂર્ણ થતાં હોય તેઓને અદાલતમાં રજુ કરવાની તજવીજ કરાઈ છે. આ આરોપીઓ પાસેથી મેળવાયેલી વિગતોના આધારે વિદેશ નાસી ગયેલા ભૂ-માફીયા ફરતે કાનુની સકંજો કસવામાં આવશે.

જામનગરના ઓશવાળ-૩માં રહેતા પ્રોફેસર ડો. પરસોત્તમ આર. રાજાણીએ રણજીતસાગર રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કના કેટલાક પ્લોટ વેચાણ કરાવ્યા હતાં. તેની દલાલીની રકમ પરસોત્તમભાઈને મળ્યા પછી તે સોદો કેન્સલ કરાવવાની ભૂમાફીયા જયેશ પટેલે વોટ્સએપ કોલીંગથી પરસોત્તમભાઈને સૂચના આપી હતી પરંતુ સોદો કેન્સલ નહીં કરાવાતા થોડા દિવસ પહેલા જયેશે બેઠક કરવા પરોત્તમભાઈને કહેતા ભગવાનજી કણઝારીયાની ઓફિસે ગયેલા પરસોત્તમભાઈને વોર્ડ નં. ૧૬ના નગરસેવક અતુલ ભંડેરીએ પોતાના ફોનમાંથી જયેશ પટેલ સાથે વાત કરાવી હતી. જેમાં જયેશે રૃા. એક કરોડની માંગણી કરી હતી પરંતુ તે રકમ આપવા સહમત ન થયેલા ડો. રાજાણીની મોટર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જયેશ પટેલ, અતુલ ભંડેરી અને તેના છ સાગ્રીત સામે ગુન્હો નોધ્યો હતો.

તપાસમાં રહેલી એલસીબી તથા એસઓજીના પી.આઈ. કે. કે. ગોહીલ, કે.એલ. ગાધેના વડપણ હેઠળની ચાર ટુકડીઓએ અતુલ ભંડેરીની ધરપકડ કરી ત્રણ દિવસના અને એસઓજીની ટુકડીએ રાજ્યની એટીએસના સહકારથી અમદાવાદથી ઈકબાલ બાઠીયા, દાઉદ આરીફની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યો હતાં. તે પછી ગઈકાલે ફાયરીંગમાં સાથે રહેલાં નિલેશ ધીરૃભાઈ, સંદીપ નટુભાઈ, આશીષ હરીશભાઈ તથા નિલેષ મનસુખભાઈને પકડી પાડી એક દિવસના રીમાન્ડ લેવામાં આવ્યા હતાં.

ઉપરોક્ત સાતેય આરોપીઓના રીમાન્ડ આજે પુર્ણ થતાં હોય તપાસનીસ ટુકડીએ તમામ આરોપીઓને અદાલતમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

રીમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે હાલમાં દુબઈ અથવા અન્ય દેશમાં છુપાઈને બેસેલા ભૂ-માફીયા જયેશ પટેલ ફરતે કાનુની સકંજો મજબુત બનાવવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit