અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં આરોપીની જામીન મુક્તિ

જામનગર તા. ૧૪ઃ ખારાબેરાજા ગામની એક સગીરાનું અપહરણ તેમજ દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે જામીનમુક્ત કર્યો છે.

જામનગર નજીકના ખારાબેરાજા ગામમાં આવેલા એક ભરડીયામાં ટ્રેકટર ચલાવવાનો વ્યવસાય કરતા અજય લીલાભાઈ સીતાપરા નામનો શખ્સ ગઈ તા. ૩૧-૧૨-૨૦૧૯ની રાત્રે એક તરૃણીને પોતાની સાથે નસાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી હાથ ધરેલી તપાસમાં આરોપી અજય સીતાપરા ઝડપાઈ ગયો હતો.

આ આરોપીની આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોકસો એક્ટની કલમ ૪,૬ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી અજય સીતાપરાને શરતી જામીન આપ્યા છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોશી રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit