ખંભાળીયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તથા જામકલ્યાણપુર તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરી છે.
ભાણવડમાં કોંગ્રેસને તોતીંગ બહુમતી
ભાણવડ તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૨ બેઠકો કબજે કરી તોતીંગ બહુમતી સાથે પુનઃ સત્તા કબજે કરી છે. જ્યારે ભાજપને માત્ર ચાર બેઠકો મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના વતન વિસ્તારમાં જ ભાજપનો રકાસ થયો છે. જો કે તે માટે ભાજપના જિ.પં.ના ઉમેદવારો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કલ્યાણપુરમાં પણ કોંગ્રેસને પુનઃ સત્તા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામકલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ૨૪માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવી પુનઃ કબજે કરી છે. જ્યારે ભાજપને ૧૧ બેઠકો મળી છે.