સરકારી કાર્યમાં 'બાળમજૂર'?!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૂતન ભારતના નિર્માણ માટે સેવારત હોવાનો દાવો કરે છે. ભારતનું 'ભવિષ્ય' ઉજ્જવળ હોવાની નાગરિકોને આશા છે ત્યારે દેશમાં આજે પણ લાખોની સંખ્યામાં બાળમજૂર છે એ એક કડવી વાસ્તવિક્તા છે. જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં પણ બાળમજૂરો કામ કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદકામ કરી રહેલો ૧ર-૧૩ વર્ષનો તરૃણ દૃશ્યમાન થાય છે. તો શું સરકારી કાર્યમાં પણ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ શહેરમાં ત્રણ એકમોને બાળમજૂરો રાખવા બદલ તંત્રએ દંડ ફટકાર્યો હતો ત્યારે સરકારી કાર્યમાં પણ બાળમજૂરીની ઘટના સામે આવે તો તેની જવાબદારી કોની? અને આ મુદ્દે કોણ તપાસ કરશે? (તપાસ થશે કે નહીં?) અને કોની વિરૃદ્ધ પગલાં લેવાશે? વગેરે સવાલોનો જવાબ આપવાની જવાબદારી સરકારની છે. જાહેર ખબરોમાં 'વિકાસ'નો પ્રચુર પ્રચાર  થાય છે, પરંતુ વાસ્તવિક્તા શું છે એ પ્રજા નરી આંખે જોઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit