| | |

કેન્દ્ર સરકારના રૃા. ૪૦ હજાર કરોડ બચાવવા ફડણવીસ ૮૦ કલાકના સીએમ બન્યાઃ હેગડે

બેંગ્લુરૃ તા. રઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના રૃપિયા ૪૦ હજાર કરોડ બચાવવા ફડણવીસ ૮૦ કલાક માટે સી.એમ. બન્યા હતાં, જો કે બહુમતી મળવાની નથી, તે પહેલેથી જ જાણતા હતાં. આ દાવા પછી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે માત્ર ૮૦ કલાક મુખ્યમંત્રી બન્યા વિશે ભાજપ નેતા અનંત કુમાર હેગડેએ નિવેદન આપ્યું છે. ઉત્તર કન્નડ જિલ્લામાં એક સભા દરમિયાન હેગડેએ કહ્યું કે, ઘણાં લોકો અમને પૂછી રહ્યા છે કે, જ્યારે અમારી પાસે બહુમત નહોતો તો અમે ફડણવીસને મુખ્યમંત્રી કેમ બનાવ્યા? તેમણે આટલા ડ્રામા કેમ કર્યા? તો આ વિશે  કેવા માંગું છું કે, મુખ્યમંત્રી પાસે કેન્દ્રના રૃપિયા ૪૦ હજાર કરોડ સુધીની પહોંચ હોય છે. તેમને ખબર હતી કે જો શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે તો વિકાસ માટે નક્કી કરેલા ફંડનો દૂરઉપયોગ કરવામાં આવશે. તેથી આ ડ્રામા કરવામાં આવ્યો.

હેગડેએ કહ્યું કે, તેથી આ પહેલેથી જ નક્કી કરવામાં આવેલી યોજના હતી, જ્યારે અમને લાગ્યું કે, ત્રણેય પાર્ટીઓ સાથે સરકાર બનાવશે તો તે પહેલા ફડણવીસે શપથ લઈ લીધા. આગામી ૧પ કલાકમાં ફડણવીસ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો કે, તે પૈસા કેન્દ્ર સરકારમાં પરત પહોંચાડી દેવામાં આવે, જ્યાં તે સુરક્ષીત છે. તેમણે બધા પૈસા કેન્દ્ર સરકારને મોકલી દીધા. દેવેન્દ્ર ફડણવીસને ડર હતો કે, જો અન્ય કોઈ મુખ્યમંત્રી બનશે તો આ પૈસાનો ચોક્કસથી દૂરઉપયોગ કરાશે.

હેગડેએ કહ્યું હતું કે, ઘણાં પહેલાથી ભાજપની એ યોજના હતી. તેથી એવું નક્કી થયું કે એક નાટક થવું જોઈએ અને તે હેઠળ ફડણવીસે સીએમ પદના શપથ લીધા. શપથ લીધાના ૧પ કલાકમાં ફડણવીસે તમામ ૪૦,૦૦૦ કરોડ રૃપિયા એ જગ્યાએ પહોંચાડી દીધા જ્યાંથી તે આવ્યા હતાં. આ રીતે ફડણવીસે બધા પૈસા ફરી કેન્દ્રને આપી બચાવી લીધા. અત્રે એ નોંધનિય છે કે, ફડણવીસ અને અજિત પવારે ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામા આપી દીધા હતાં. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતાં.

પ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસનો બીજો કાર્યકાળ ચાર દિવસ પણ નહતો ચાલ્યો. ફડણવીસે અજીત પવારના ભરોસે ર૩ નવેમ્બરે ઉતાવળમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. અજીતને  ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં. ર૬ નવેમ્બરની સવારે સુપ્રિમ કોર્ટે ફ્લોર ટેસ્ટ વિશે ચૂકાદો આપ્યો તો બપોરે બે કલાકની અંદર, પહેલા અજીત પવારે અને ત્યારપછી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું હતું. ફડણવીસ રાજ્યના સૌથી ઓછા સમય સુધીના મુખ્યમંત્રી રહ્યા હતાં, જો કે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર તેઓ રાજ્યના બીજા મુખ્યમંત્રી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit