નગરમાં અસહ્ય ઉકળાટથી જનતા ત્રસ્તઃ મહત્તમ ૩૪.૭ ડીગ્રી

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન અને ભેજમાં ઘટાડો થયો છે. આમ છતાં જનતા અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ્ પોકારી ઊઠી છે. નગરમાં મહત્તમ તાપમાન ૩૪.૭ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે ધાબળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં ક્રમશઃ ર.૩ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.૭ ડીગ્રી જ્યારે પાંચ ડીગ્રી વધીને લઘુત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા બે દિવસમાં ર૭ ટકા ઘટીને ૭૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

જામનગરમાં મહત્તમ તાપમાન તથા ભેજનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં નગરજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય ઉકળાટથી બચવા માટે જનતાએ પંખા, એરકુલર તથા એસી જેવા વીજ ઉપકરણોનો આશરો લીધો હતો.

close
Ank Bandh
close
PPE Kit