ચેક પરતના કેસમાં નગરના વ્યાપારીને બે વર્ષની જૈલ તથા બમણી રકમનના દંડની સજા ફટકારતી કોર્ટ

જામનગર તા. ૧૩ઃ જામનગરના એક આસામી સામે રૃા. ૬ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની જેલ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગરના જગદીશચંદ્ર ભગવાનજીભાઈ કેવલીયા નામના આસામી પાસેથી વિશાલ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવતા કલ્પેશ એમ. પટેલે પોતાના ધંધાના વિકાસ માટે રૃા. છ લાખ હાથ ઉછીના લીધા હતાં. તે રકમની ચુકવણી માટે કલ્પેશે બે ચેક આપ્યા હતાં. તે ચેક જગદીશભાઈએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા અપૂરતા નાણાના ભંડોળના શેરા સાથે તે ચેક પરત ફર્યા હતાં. તેથી જગદીશભાઈએ નોટીસ પાઠવી હતી.

આમ છતાં તેઓની રકમ ચૂકવવામાં ન આવતા અદાલતમાં જગદીશભાઈએ નેગો. ઈસ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી કલ્પેશ પટેલને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમ-રૃા. બાર લાખનો દંડ ફટકાર્યો છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોય તેની વિરૃદ્ધનું વોરંટ એસપી મારફતે બજવણી માટે મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, હિતેન અજુડીયા, વિપુલ જાની, પરેશ સભાયા, હિરેન સોનગરા, અર્પીત રૃપાપરા, હસમુખ મોલીયા, રાકેશ સભાયા, રવિન્દ્ર દવે રોકાયા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit