પાર્ક કરેલા ચાર ટ્રકમાંથી ચોરી જવાઈ બેટરી

આઠ બેટરીની ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કર સામે રાવઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના ગુલાબનગર સામેના ચેમ્બર હોલ પાસે પડેલા ચાર ટ્રકમાંથી રાત્રીના સમયે કુલ આઠ બેટરી કોઈ શખ્સો કાઢી ગયા છે. પોલીસે ટ્રકમાલિકની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગર લંઘાવાડના ઢાળીયા પાસે રહેતા અને ટ્રકનો વ્યવસાય કરતા મુર્તુઝાખાન હૈદરખાન અફઘાનીએ પોતાનું ટ્રક ગઈ તા. ૨૪ની રાત્રે ગુલાબનગર સામે આવેલા ચેમ્બર બિલ્ડીંગ નજીક પાર્ક કર્યો હતો. તે ટ્રકમાંથી રૃા. ૯૦૦૦ની કિંમતની બે બેટરી રાત્રીના સમયે કોઈ શખ્સ કાઢી ગયો હતો. તે ટ્રકમાંથી ચોરી થવા ઉપરાંત બાજુમાં જ પડેલા ઈમરાનભાઈ મકરાણી, યાકુબ મુસાભાઈ બાજોઠી, રાજુભાઈ મારવાડીના ટ્રકમાંથી પણ બેટરીઓ ગઈ છે. આ બાબતની ગઈકાલે મુર્તુજાખાને સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ચારેય આસામીઓના ટ્રકમાંથી બેટરીઓ ચોરાઈ હોય પોલીસે કોઈ બેટરીચોર ગેન્ગ કાર્યરત થઈ હોવાની આશંકા સેવી આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit