જામનગર તા. ૨૫ઃ જામનગરના ગુલાબનગરમાં ગયા રવિવારે એક યુવાન પર બે શખ્સે ધોકા, પાઈપ વડે ફ્રેક્ચર કર્યાની પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં દર્શાવાયેલા આરોપીએ અગાઉ હુમલાની ફરિયાદ કર્યા પછી વળતી ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા વાંઝાવાસ નજીકના મસ્તાન ચોકમાં રહેતા અબ્દુલ યુસુફભાઈ ખફી ગયા રવિવારે બપોરે પોતાના ઘર પાસેથી પસાર થતા હતાં ત્યારે ત્યાં ધસી આવેલા રહીમ ખીરા અને યુનુસ ખીરાએ ધોકા તથા પાઈપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની અબ્દુલભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રહીમ ખીરાએ પોતાના પર હુમલો કરવા અંગે અબ્દુલ ખફી સહિતના ત્રણ સામે પોલીસમાં રાવ કરી હતી. તેની સામે ગઈકાલે અબ્દુલ ખફીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ અબ્દુલના ભાઈ રહીમને રવિવાર પહેલાં રહીમ ખીરા સાથે બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખી હુમલો થયો હતો. પીએસઆઈ કે.સી. વાઘેલાએ આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

Abdul Yusufbhai Khafi, who was abducted by Rahim Khaira and Yunus Khira, was abducted and fractured by a pipe and pipe when Abdul Yusufbhai Khafi, who was traveling from his house in Mastan Chowk near Wanjawas area of ​​Jamnagar last Sunday, has reported that Abdullaibi Sibiya Belavi police said.

On Sunday, Rahim Khira made a raid in the police against three, including Abdul Khafi, about attacking himself. Abdul Khafi filed a backlash against him yesterday. In which, he said, Abdul's brother Rahim was attacked with Rahim Khira earlier Sunday. PSI KC Vaghela has also registered the complaint and has taken a proposal to arrest the accused.

">
| | |

પુત્રીના ઘરસંસારની બાબતે બોલાચાલી કરી મહિલા પર ધોકા વડે કરાયો હુમલો

જામનગર તા. ૨૫ઃ જામનગરના બેડીમાં એક યુવતી પર ધોકા વડે હુમલો કરાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના નજીકના બેડીમાં આવેલા રાશનપરામાં રહેતા રેશ્માબેન ફરીદભાઈ શેખ નામના મહિલાએ બેડીમાં વસવાટ કરતા મુસા જાકુબભાઈ કકલ સામે ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રેશ્માબેન સાથે તેમના પરિવારની પુત્રીના ઘરસંસાર માટે મુસા જાકુબભાઈએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. પીએસઆઈ એમ.એલ. આહિરે તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit