| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોની માઠી દશા

ખંભાળીયા તા.૨૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કપાસનું વાવેતર કરનારા ખેડૂતોની માઠી દશામાં મૂકાઈ ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો તેમના સંતાનોને આજકાલ શીખ આપી રહ્યાં છે કે, કપાસ જિંદગીમાં વાવવો નહીં...!!

કપાસ એવો પાક જેમાં ખેડૂતને બે મોસમ સુધી મહેનત કરવી પડે ત્યારે તૈયાર થાય છે. મગફળી વાવનારને બીજો પાક પણ લેવાનો હોય ત્યારે કપાસ થાય...! મગફળીના ભાવો નબળા રહેતા ખેડૂતો કપાસ તરફ વળ્યા, પણ આ વર્ષે ખેડૂતોનું બજેટ કપો વીંખી નાખ્યું છે.

કપાસનો પાક રૃ ના રૃપમાં છોડ પરની ઉતારવાનું મૂલ્ય રૃા. ર૦૦ પ્રતિ ઘણ છે. રૃા. ૧પ૦ પણ દીઠ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના થાય, હવે રૃા. ૩પ૦ તો એમ જ ખર્ચો અને સતત બે મોસમ સુધી ખેડૂતો પાકને પાણી પાય, અને ધ્યાન રાખે ત્યારે મણદીઠ રૃા. ૬પ૦ થી ૭૦૦ આવે...! તે પણ મળવા મુશ્કેલ છેે...!!

આવી સ્થિતિમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અગાઉ રૃા. ૮પ૦થી ૯૦૦ માં ખરીદીને બે માસ સુધી રાખેલ વેપારી તથા દલાલોને પણ ૭૦૦ માં વેચવા પડતા, તેઓ પણ ખરીદીમાં ઉત્સુક નથી.

ઉતારેલા કપાસમાં જીવાતનો ઉપદ્રવ...!!

એક કહેવાય છે કે, સૌથી વધુ જંતુનાશક દવા ખરીદતો હોય તે ખેડૂતે કપાસ વાવેલો હોય...! ચાલુ વર્ષે ખેડૂતોને રૃા. ૧૪૦૦ નો કપાસ સાતસોમાં આપવો પડે તેવું છે. પડ્યામાં પાટુની જેમ જે કપાસ ઉતારીને રાખેલો છે. તેમાં પણ જીવાતો પડવા લાગતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. બીજી તરફ દ્વારકા જિલ્લામાં સી.સી.આઈ.નું ખરીદી કેન્દ્ર પણ નથી...! આગામી બે-ત્રણ વર્ષ તો ખેડૂતો કપાસ વાવવાનું જ ભૂલી જાય તેવી સ્થિતિ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit