નગરમાં રઝા મિશન દ્વારા યોજાયો તાલીમ સેમિનાર

જામનગર તા. ૧૩ઃ જામનગર રઝા મિશન દ્વારા તાજેતરમાં તાલીમી સેમિનાર યોજાયો હતો. રઝા મિશન ફાઉન્ડેશનના અધ્યક્ષ-મતવા મસ્જિદના ઈમામ હાજી અ. કાદર આરબે અપીલ કરી હતી કે પોતાના કામકાજ, અભ્યાસ અને વ્યવસાયમાંથી સમાજ કલ્યાણના કામો માટે ખાસ સમય ફાળવવામાં આવે. સમાજમાં પ્રવર્તતી ખરાબીઓ અને અપરાધ દૂર કરવા અને લોકોને જાગૃત કરી સરકાર આલા હઝરતના સુફી-સંતોના માર્ગદર્શન પ્રમાણે ચાલી પ્રેમ આદરની ભાવનાઓ ફેલાવવા માટે પોતપોતાનો સમય અને યોગદાન આપવા માટે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતાં. મીડિયાનો સદ્ઉપયોગ કરી-બુરાઈઓ અને બિનજરૃરી કામોથી બચીને પોતાનો સમયને સારા કાર્યમાં ઉપયોગ કરી સમાજ અને દેશની પ્રગતિમાં મદદરૃપ થવા અપીલ કરેલ. દેશ તથા વિશ્વશાંતિ અને સલામતીની અમનો-અમાનની દુઆ માંગી હતી. તેમ આસિફબીન અનવર છનીનએ જણાવેલ છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit