Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઝાપટાં: દ્વારકા જિલ્લામાં સારો વરસાદઃ બે ઈંચ સુધી પાણી પડતા ખેડૂતો ખુશ

હાલારમાં હળવા વરસાદ છતાં હરખની હેલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: હાલાર પંથકમાં બે દિવસથી હળવો વરસાદ થઈ રહ્યો છે, જો કે ગઈકાલે લાલપુર પંથકમાં માત્ર ત્રણ મી.મી. વરસાદ થયો છે, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામા એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

અમુક ગામડામાં પણ સારો વરસાદ થવાના વાવડ છે. આજે સવારે પૂરા થતા છેલ્લા ર૪ કલાકમાં જામનગર જિલ્લાના લાલપુરમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુર તાલુકાના મોડપરમાં એક ઈંચથી વધારે એટલે કે ર૮ મી.મી. વરસાદ થયો છે, તો પડાણામાં ર૯ મી.મી. વરસાદ વરસ્યો હતો, તો બુધવારે ફલ્લામાં માત્ર એક કલાકમાં સવા ઈંચ વરસાદના વાવડ છે. આથી સૂકાઈ રહેલા મોલને જીવનદાન મળ્યું છે, તો ફલ્લા નજીકના ખીલોસમાં પણ સારા વરસાદના વાવડ છે.

તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દોઢ માસથી વરસાદ નથી, પરંતુ ગઈકાલે વાતાવરણ પલટાયું હતું, અને અનેક ગામડામાં વરસાદના વાવડ છે, તો કેટલાક સ્થળે બે ઈંચ સુધી વરસાદના વાવડ છે.

ગઈકાલે સાંજે ખંભાળિયાના સલાયા, વડાલિયા સિંહણ, ચોખંડા, સુતારિયા, ભંડારિયા સહિતના ગામોમાં હળવો વરસાદ થયો હતો, અને સુકા મગફળીના પાકવાળા ખેતો પાણીથી તરબોળ થઈ ગયા હતાં. આગામી તા. ૧૭ સુધીમાં ૩ થી ૪ ઈંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh