રણમલ તળાવના નવા વોકીંગ પાસની કાર્યવાહી

જામનગર તા. ૧૪ઃ જામનગરના રણમલ તળાવ ચાલું વર્ષના વોકીંગ-જોગીંગ પાસની વેલીડીટી તા. ૩૧-૩-૨૦૨૦ના દિને પૂર્ણ થઈ રહી છે. નવા વોકીંગ પાસ કામગીરી તા. ૧૭-૨-૨૦૨૦ સોમવારે સવારે ૯ કલાકે રણમલ તળાવના ગેઈટ નં. ૧ પાસે કરવામાં આવશે. તેમજ એ અંગેની સૂચનાઓ સ્થળ પર જ પ્રદર્શિત કરવામાં આવશે. પાસની કામગીરી સમગ્ર વર્ષ દરમ્યાન ચાલુ રહેશે. નાગરિકોને સહયોગ આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit