જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શાળા નં. ૨૧નું ઉત્કૃષ્ટ પ્રદર્શન

જામનગર તા. ૧૭ઃ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત કચેરી જામનગર દ્વારા યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૦માં શાળા નં. ૨૧ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં કાપડી દેવાંગ પપ્પુભાઈએ પ્રથમ, ચિત્રકામ સ્પર્ધામાં મુકેશ ગંગારામ રાઠોડ અને હરેશ ગંગારામ રાઠોડે પ્રથમ એકપાત્રિય અભિનયમાં હાર્દિક રાજેશભાઈ સોલંકીએ દ્વિતીય અને કિશોર માધવજી સોલંકીએ તૃતીય, શાળાના શિક્ષક મનસુભાઈ રામોલીયાએ ગઝલ-શાયરીમાં પ્રથમ અને દેવાયતભાઈ સુવાએ લોકગીત સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.

close
Nobat Subscription