જેઈઈ મેઈન પરીક્ષાઃ ગુજરાતમાંથી એકમાત્ર વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા

નવી દિલ્હી તા. ૧૪ઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા ફાઈનલ મેરિટ લીસ્ટ પ્રમાણે, એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે લેવાયેલા જેઈઈ (મેઈન) પેપર ૧ માં ર૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઈલ મેળવ્યા છે. જે જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષા ઉમેદવારોના પરફોર્મન્સ પર આધારીત છે. ટોપ ર૪ માંથી ૮ ઉમેદવારો તેલંગાણાના છે. જ્યારે પાંચ દિલ્હીના, ચાર રાજસ્થાનના, ત્રણ આંધ્રપ્રદેશના, બે હરિયાણાના અને એક-એક ગુજરાત તેમજ મહારાષ્ટ્રના છે. જેઈઈ (મેઈન) જાન્યુઆરીમાં અને ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવી હતી. મહામારીના કારણે બીજો રાઉન્ડ બેવાર મુલત્વી રાખવામાં આવ્યો હતો. પેપર ૧ એ આઈઆઈટીના બીટેક/બી.ઈ. પ્રોગ્રામ, નીટ અને સેન્ટ્રલી - ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટયુશન્સમાં એડમિશન લેવા માટે હોય છે. જ્યારે પેપર-ર બી-આર્ર્ચના કોર્સિસમાં એડમિશન લેવા માટે હોય છે. જેનું પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે.

close
Ank Bandh
close
PPE Kit