માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૪૮૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૯.૭૬ સામે ૪૯૧૬૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૧૬૯.૧૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૬૧.૧૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૭.૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૩૨૭.૨૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૬૯.૯૫ સામે ૧૪૮૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૩૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૬૫.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૮૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૪૭૬૫૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૭૪૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૬૫૪ ના નીચા મથાળે નોંધાવી ૯૫ પોઈન્ટના વધારા સાથે રૂ.૪૭૬૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૭૧૬૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૭૧૯૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૧૬૫૦ ના નીચા મથાળે નોંધાવી ૧૯૮ પોઈન્ટના વધારા સાથે રૂ.૭૧૮૭૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...  કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમ છતાં આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે મેટલ અને રિયલ્ટી શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસો મોટાપાયે વધવા લાગતાં ચિંતામાં આવી ગયેલી કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ખાસ વિવિધ રાજ્યોમાં ફરી લોકડાઉન થવા લાગતાં અને અંકુશના આકરાં પગલાંના સંકેત વચ્ચે દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. સરકાર દ્વારા કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન પ્રોગ્રામને વધુ વેગ આપતા તેની પોઝિટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વધુ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે  કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૯૩%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૨% અને નેસ્ડેક ૦.૩૭% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, બેઝીક મટિરિયલ, ફાઈનાન્સ, બેન્કેકસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૬૮ અને વધનારની સંખ્યા ૧૪૭૭ રહી હતી, ૯૪          શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી એપ્રિલ માસમાં વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે દેશના સેવા ક્ષેત્રનો વિકાસ દર મંદ પડી ૩ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. પ્રવાસ પ્રતિબંધને કારણે એપ્રિલ માસમાં વિદેશ વેપાર નરમ રહેતા જાન્યુઆરી બાદ એપ્રિલમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ નીચો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રનો નિક્કી-આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૪.૬૦ રહ્યો હતો તે એપ્રિલ માસમાં સાધારણ ઘટી ૫૪ રહ્યો છે. દેશના અંદાજીત ૧૧ રાજ્યો તથા પ્રદેશોમાં નિયમનકારી પગલાં લેવાયા છે, પરંતુ ગંભીર આર્થિક અસરની  ચિંતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સંપૂ ર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરવાનું ટાળી રહી છે.

ચાલુ સપ્તાહે બજારમાં જોવાયેલી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસીસી લિમિટેડ (૧૯૦૯) ઃ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

કોટક બેન્ક (૧૭૯૯) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિંદો ફાર્મા (૧૦૦૭) ઃ રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

ઇન્ડસઇન્ડ બેન્ક (૯૩૮) ઃ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૭૫૭) ઃ રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર શ્ યુટિલિટી વિહિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit