બીએસએનએલના દોઢ લાખમાંથી ૭૦ હજાર કર્મચારીઓએ લીધુ વીઆરએસ

નવી દિલ્હી તા. ૧૨ઃ બીએસએનએલ કર્મચારીઓમાં વીઆરએસ લેવાનું પ્રમાણ વધ્યું છે. કંપનીના ચેરમેન અને એમડી પી.કે.પુરવારે કહ્યું હતું કે, ગત અઠવાડિયે વીઆરએસ સ્કીમ શરૃ થયા બાદ ૭૦,૦૦૦ કર્મચારીઓએ વીઆરએસ લીધું છે. કંપનીમાં કુલ સ્ટાફ ૧.૫૦ લાખનો છે. કંપનીનો લક્ષ્યાંક ૭૭૦૦૦ કર્મચારી વીઆરએસ લેશે એવો છે. બીએસએનએલની વીઆરએસ સ્કીમ ૨૦૧૯ ગત અઠવાડીયે શરૃ થઈ હતી જે ૩ ડિસેમ્બર સુધી ખુલ્લી છે. વેતન બીલમાં રૃા. ૭૦૦૦ કરોડની બચત થવાની ધારણા છે. ૫૦ વર્ષ કે તેથી વધુ વયના કર્મચારીઓ વીઆરએસ સ્કીમનો લાભ લઈ શકે છે. આ સ્કીમ નાણાકીય દૃષ્ટિએ કર્મચારીઓ માટે ઘણી સારી છે. એમટીએનએલે પણ વીઆરએસ સ્કીમ શરૃ કરેલી છે જે ૩ ડિસેમ્બર સુધી ખુલ્લી છે. એમટીએનએલ અને બીએસએનએલના એકીકરણ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. બંને નિગમ ખોટ દર્શાવી રહેલ છે. બંને નિગમનું દેવું રૃા. ૪૦ હજાર કરોડનું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit