નિફ્ટી ફ્યુચર તેજી તરફી ૧૦૮૦૮ પોઇન્ટ મહત્ત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૬૭૩૭.૬૯ સામે  ૩૬૫૫૫.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૫૨૬.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી  નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા  મળ્યો...સરેરાશ ૨૨૨.૬૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  ૧૦૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૬૩૬.૪૪ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું  ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૨૩.૫૫  સામે ૧૦૭૭૨.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૭૫૩.૦૫ પોઈન્ટના નીચા મથાળે  થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ  જોવા મળ્યો...સરેરાશ ૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૦૫  પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૭૫૮.૫૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ઘટાડે થઈ હતી.  વિશ્વભરમાં કોરોના સંક્રમણમાં ફરી વધારા સાથે એશીયામાં હોંગકોંગ, ઈન્ડોનેશિયા,  જાપાન સહિતના દેશોમાં પોઝિટીવ કેસોની સંખ્યા ફરી વધવા લાગતાં અને ભારતમાં  પણ કેસોમાં થઈ રહેલા વધારાથી સાવચેતીમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો  હતો. આ સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ટીસીએસના ત્રિમાસિક પરિણામ  નબળા રહેતા નેગેટિવ અસરે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી.  ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૩૯% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે  જીશ્ઁ ૫૦૦ ૦.૫૬% ઘટીને અને નેસ્ડેક ૦.૫૩% વધીને સેટલ થયા હતા. બીએસઈ પર  મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને  સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.  વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે હેલ્થકેર, ટેલિકોમ અને રિયલ્ટી  શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અંદાજીત અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ  સામાન્ય વધઘટ સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા  ૧૧૯૨ અને વધનારની સંખ્યા ૯૪૬ રહી હતી. ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ  જોવાયો ન હતો. ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૭  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક  અંદાજીત રુખ

વોલ્ટાસ લિ. (૫૫૮) ઃ ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૫૩૩  આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક  ટૂંકા સમયગાળે રૂ.૫૭૫ થી રૂ.૫૮૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ડાબર ઇન્ડિયા (૪૭૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૪૬૦ આસપાસ પોઝિટિવ  બ્રેકઆઉટ..!!! રૂ.૪૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૮૮ થી રૂ.૪૯૪  નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ગ્લેનમાર્ક ફાર્મા (૪૩૮) ઃ રૂ.૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૪૧૬ ના બીજા સપોર્ટથી ફાર્મા  સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૪૪૭ થી રૂ.૪૬૦ સુધીની તેજી તરફી રુખ  નોંધાવશે....!!!

સન ટીવી નેટવર્ક (૩૯૭) ઃ બ્રોડકાસ્ટિંગ શ્ કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે  ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૮૬  નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક (૩૬૬) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૪૭  ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૪  થી રૂ.૩૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના પ્રથમ ત્રિમાસિકના શરૂ થનારી  સિઝન પર ભારતીય શેરબજારની નજર રહેશે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ  જગતની અગ્રણી કંપનીઓ છેલ્લા નવ ત્રિમાસિક ગાળાની સૌથી નબળી કામગીરી  દર્શાવશે તેવા અનુમાન છે. જોકે, બેન્કો અને કન્ઝ્યુમર કંપનીઓની અંદાજ કરતાં સારી  કામગીરીને પગલે કંપનીઓના નફામાં ઘટાડો અમુક અંશે ઓછો થશે. ઇકોનોમિક ટાઇમ્સ  ઇન્ટેલિજન્સ ગ્રૂપ (ઈ્ૈંય્) ના વિશ્લેષણ અનુસાર સમીક્ષા હેઠળની નિફ્ટી-૫૦ કંપનીની કુલ  આવક વાર્ષિક ધોરણે ૨૩.૦૨% ઘટવાનો અંદાજ જ્યારે ચોખ્ખા નફામાં માત્ર ૬.૯%  ઘટાડાનો અંદાજ રાખ્યો છે તેમજ અંદાજીત ૬૭% કંપનીઓ નફામાં ઘટાડો દર્શાવે તેવો  અંદાજ પણ છ ે. દેશના વિવિધ ભાગોમાં હજુ પણ આંશિક લોકડાઉનને કારણે સપ્લાય  ચેઇન્સ નિયમિત થતાં વાર લગતા મોટાં ઉત્પાદન કેન્દ્રોમાં હજુ શ્રમિકોની અછત તેમજ  મોજશોખની ચીજો સંબંધી માંગ મોકૂફ રહેવાને લીધે બીજા ક્વાર્ટરમાં પણ કંપનીઓની  નાણાકીય કામગીરી પર દબાણ ચાલુ રહેશે. અટકેલી માંગને સંતોષવા રિસ્ટોકિંગ શક્ય  બનશે અને બમ્પર કૃષિ ઉત્પાદનને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં માંગ વધશે તો  ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિની શક્યતા છે.   

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit