દ્વારકા જિલ્લા કલેક્ટર અને દ્વારકાના પ્રાંત અધિકારીને મળ્યા શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ

ખંભાળિયા તા. ર૬ઃ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ દ્વારકા જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ (એનવીડી) ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓને મહામહીમ રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કોવિડ-૧૯ ને ધ્યાનમાં લઈ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વર્ચ્યુલ (ઓનલાઈન) કરવામાં આવેલ. ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસે મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતના ર૮ જિલ્લાઓ પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાની પસંદગી થયેલ છે. તેમજ રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮ર-દ્વારકા વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી એન.ડી. ભેટારિયાની પસંદગી થતાં જિલ્લા માટે ગૌરવ રૃપ બાબત છે. જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ બન્ને એવોર્ડ માટે તમામ બીએલઓ, સુપરવાઈઝર નાયબ મામલતદાર અને ૪ તાલુકા મામલતદાર, ર પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લાની ચૂંટણી શાખાની ટીમે તથા તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ કલાકારો, રમતવીરો અને સેવાભાવી સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાનો ખુબ સહકાર મળવાના કારણે આવી શ્રેષ્ઠ કામગીરી કરી શક્યા. જેથી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit