Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો શરૃઃ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો ઝળહળાટઃ ભારે ઉત્સાહ

જામ્યુકોના મેળા માટે લીલી ઝંડી મળતા જ યાંત્રિક રાઈડની મંજુરીની પ્રક્રિયા વેગવંતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: હાલારમાં જન્માષ્ટમી પર્વનો માહોલ જામ્યો છે અને દ્વારકાના જગતમંદિરમાં ભવ્ય દર્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૧ દિવસનો લોકમેળો ગઈકાલથી શરૂ ગયો છે અને યાંત્રિક મંજુરીઓ મળ્યા પછી રાઈડસ પણ ધમધમવા લાગશે. લોકોમાં ભારે ઉત્સાહ છે.

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે. દિવાળી અને જન્માષ્ટમી બે મુખ્ય પર્વ હોય છે અને તેમાં પણ કાનુડાનો જન્મોત્સવ હોય તો વાત જ અનેરી હોય. સમગ્ર સૌરાષ્ટ્ર જાણે સર્જાય છે. નાના મોટા-ગામો-શહરો રંગબેરંગી રોશની સાથે ઝળહળે છે. જયારે ઠેર ઠેર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ ગુંજતા હોય છે. યાત્રાધામ દ્વારકામાં આ પર્વ દરમિયાન લાખો દર્શનાર્થીઓ દેશ-વિદેશમાંથી ઉમટી પડે છે. દ્વારકાના જગતમંદિરમાં જન્માષ્ટમીના ભવ્ય દર્શનની તડામાર તૈયારી ચાલી રહી છે.

તા. ૪ સપ્ટેમ્બરના ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર કરવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતાં હોય છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન હાથ ધરાયું છે.

જન્માષ્ટમી પર્વે પધારતા શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી, ટ્રાફીક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, જરૂરી બેરીકેટીંગ સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત જન્માષ્ટમી ઉત્સવ અંતર્ગત દ્વારકાધીશ મંદિર સહિત અનેક સ્થળો રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે તેમજ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તહેવારોના સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન સરળતાથી કરી શકે તે માટે એલ.ઈ.ડી. સ્ક્રીન ગોઠવવામાં આવી છે.

દ્વારકામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૦૪-૦૯-૨૦૨૬ના રાત્રે ૮ કલાકે હાથીગેટ પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ છે. જેમાં ખ્યાતનામ કલાકારો ગીતાબેન રબારી તથા ભાવેશ આહિર લોકડાયરાની પ્રસ્તુતી કરશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા, સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથીયા ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમી પર્વમાં સહભાગી થવા સર્વે ભકતોને વહીવટીતંત્ર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તરફ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૧ સપ્ટેમ્બર થી ૧૧ સપ્ટેમ્બર સુધીના ૧૧ દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મશીન મનોરંજનની ૧૩ મોટી રાઈડ ઉપરાંત બાળકોની ૭ રાઈડ વગેરે માટે પરફોર્મન્સ લાયસન્સ ની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, અને રાઈડ કમિટી દ્વારા ચકાસણી સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ છે.

મેળાના સંચાલકો દ્વારા પણ યાંત્રિક રાઈડ માટેનું ફિટનેસ સર્ટીફીકેટ, ફાયર વિભાગની એનઓસી સહિતના જરૂરી લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા આજે લગભગ પૂર્ણ થવા આવી છે, અને સંભવત સાંજ સુધીમાં તમામ રાઈડ સંચાલકોને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ થઈ જશે. ત્યારબાદ બ્રેક ડાન્સ, નાવડી, જોઈન્ટ વ્હીલ, ટોરા ટોરા સહિતની વિવિધ મશીન મનોરંજનની રાઈડ ધમધમતી થઈ જશે, અને મેળા ના મુલાકાતીઓ રાઈડ નો આનંદ પણ માણી શકશે તેમ જાણવા મળી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh