Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર કોંગ્રેસ દ્વારા
જામજોધપુર તા. ૨: જામજોધપુર કોંગ્રેસ દ્વારા જામનગર જિલ્લામાં ઓછો વરસાદ પડયો હોય, ખેડૂતોની સ્થિતિ કફોડી હોય, જેથી કરીને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, દેવા માફ કરવા, માલધારીઓને ઘાસચારો ફાળવવા, મધ્યમવર્ગના લોકોને સસ્તા અનાજનો જથ્થો વધુ માત્રામાં આપવા, જામજોધપુર તાલુકામાં પવન ચક્કી સોલાર આવેલ હોય, જ્યાં ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોની મંજુરી પછી યોગ્ય વળતર સમયસર આપવા, અનેક સ્કૂલમાં શિક્ષકોની ઘટ હોય શિક્ષકોની ભરતી કરવી, જામજોધપુર તાલુકામાં તલાટી મંત્રી ગ્રામ સેવકની ઘટ હોય, નવી ભરતી કરવી, જામજોધપુર સરકારી હોસ્પિટલમાં પાણી અને ટોઈલેટની સફાઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવી, આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજનની વારંવાર ચકાસણી કરવા સહિતની માંગણી રજુ કરવામાં આવી હતી.
આ માંગણીઓ સાથે ગુજરાત પ્રદેશ સેવાદળના નેતા પ્રગતિબેન આહિર, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરીયા, જિલ્લા કિસાન સેલના પ્રમુખ પી.આર. જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ ચાવડા, શહેર પ્રમુખ સચિન ચોટાઈ, સંગઠન મંત્રી જમનભાઈ કંટારીયા સહિત તાલુકા શહેરના કોંગ્રેસના આગેવાનો, ખેડૂત અગ્રણીઓ, પ્રજાજનો વગેરેએ વિશાળ સંખ્યામાં મીની બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારને આવેદનપપ્ર પાઠવી માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial