Advertisement
Author: નોબત સમાચાર

યુવાન પર જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીની અરજી નામંજૂર

જામીનમુક્ત થવા કરાઈ હતી અરજીઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૫: જામનગરના એક આસામીને સમાધાનના બહાને બોલાવી જાનથી મારી નાખવાના ઈરાદે ચાર શખ્સે જીવલેણ હથિયારથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નામંજૂર કરાઈ છે.

જામનગરમાં વસવાટ કરતા હરદીપસિંહ હરદેવસિંહ ઝાલા ઉર્ફે હાદુ સહિતના શખ્સોએ એક આસામીને સમાધાન માટે બોલાવ્યા પછી આ આસામી પર ચાર શખ્સે લાકડી, ઢીકાપાટુ, છરીથી જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના હરદીપસિંહ ઝાલાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે ડીજીપી ધર્મેન્દ્ર જીવરાજાણીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh