ગોકુલનગર નજીકના મોબાઈલ ટાવરમાં આગ

જામનગર તા. ૧૨ઃ જામનગરના ગોકુલનગર વિસ્તાર પાસે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં ગઈકાલે બપોરે શોર્ટસર્કીટના કારણે આગનું છમકલું થયું હતું. ફાયરબ્રિગેડે આગને વધુ પ્રસરતા અટકાવી હતી.

જામનગરના ગોકુલનગર નજીકના સર્વોત્તમનગરની શેરી નં. ૪માં આવેલા એક મંદિર પાસે ઊભા કરવામાં આવેલા એક મોબાઈલ કંપનીના ટાવરમાં ગઈકાલે બપોરે પોણા ત્રણેક વાગ્યે આગનું છમકલુ થતા કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જાણના પગલે ફાયરનો કાફલો ધસી ગયો હતો.

ફાયરના જવાનોએ આગને વધુ પ્રસરતા અટકાવવા એક ગાડી વડે પાણીનો મારો ચલાવ્યો હતો. આગના કારણે ટાવરમાં રહેલો વાયર સળગી ગયો હતો. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit