| | |

ભાટિયામાં પાન-મસાલાના કાળા બજાર અંગે ફરિયાદઃ છતાં પોલીસ પગલા નહીં

ભાટિયા તા. રરઃ લોકડાઉન-૪ માં રાજય સરકાર દ્વારા અપાયેલી નવી છૂટછાટમાં સૌથી વધારે ચર્ચાસ્પદ રહેલા પાન-મસાલા-તમાકુના ઉત્પાદનના વેંચાણની મળેલ છૂટની સાથે-સાથે બે માસથી વધારે સમય બંધ રહ્યાં બાદ માલની અછત બતાવી કાળાબજાર થતાં હોવાના સમાચારો પણ સામાન્ય બની રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક જગ્યાએ કાળાબજાર કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે હોલસેલ એજન્સી વિરૃદ્ધ કાળાબજાર અંગે નાના વેપારીઓ દ્વારા જ ફરિયાદ કરાતા ભારે ચકચાર જાગી છે. ભાટિયાના મનિષ એજન્સી કે જેઓ તમાકુની પ્રોડક્ટસ તેમજ અન્ય ચીજવસ્તુઓની એજન્સી ધરાવે છે. તેઓ દ્વારા હાલમાં જ પાન મસાલા વિગેરેના વેંચાણની છૂટ મળતા સોપારી-તમાકુ તેમજ અન્ય ચીજવસ્તુઓના બમણા કરતા વધારે ભાવો કથિત રીતે લેવાતા હોવા અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે નાના વેપારીઓએ બમણાથી વધારે ભાવો લેતા હોલસેલરના ભાવો તેમને પરવડતો ન હોવાનું જણાવી તેના વિરૃદ્ધ ધોરણસરની ફરિયાદ કરવા પણ રજૂઆત કરાઈ છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે કાર્યવાહી પણ કરી છે. અને પોલીસ અને એજન્સી માલિક વચ્ચે ભારે રકઝક પણ થઈ છે તેમજ પાછળથી સમાધાનની ગોઠવણ પણ ચાલે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit