અધુરી માહિતી આપતા તંત્રએ હવે નવો રસ્તો અપનાવ્યો

જામનગરમાં કોરોના રોગ અંગે આંકડા જાહેર કરવામાં

જામનગર તા. ર૯ઃ જામનગરમાં કોરોના રોગ અંગેની વિગતો જાહેર કરવામાં લાંબા સમયથી તંત્ર અખાડા કરે છે.

હવેથી માહિતી વિભાગના બદલે શહેર-જિલ્લાની માહિતી સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવશે. અને એ પણ દરરોજ સાંજે એક જ વખત માહિતી અપાશે. એટલે કે સંકલન કરીને માહિતી કચેરી દ્વારા આપવામાં આવતી માહિતી બંધ કરવામાં આવી રહી છે.

રાજ્યના તમામ શહેરોમાં સંપૂર્ણ માહિતી મીડિયાને આપવામાં આવી રહી છે. એક માત્ર જામનગરમાં જ તંત્ર દ્વારા અધુરી સસ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી છે. હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

જામનગરમાં પ્રજાના પ્રતિનિધિઓ અમલદારશાહીને કાંઈ જ કહી શકતા નથી. આમ તેઓ પણ લાચાર હોય તેમ જણાઈ રહ્યું છે. શા માટે કોરોના દર્દી અંગેની સંપૂર્ણ વિગતો જાહેર થતી નથી. શું તંત્ર નામ જાહેર કરે તો ક્યાં મોટો ભૂકંપ આવી જવાનો છે. આમ પણ ક્વોરેન્ટાઈન, કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા, રસ્તા ઉપર આડાશ ઊભી કરવી વગેરે કામગીરીનો વિરોધ કરવામાં આવે છે. તો પછી ખોડિયાર કોલોની, પટેલ કોલોની એવી રીતે દર્દીઓની વિગતો આપવાનો શું અર્થ?

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit