ઓશવાળ સ્કૂલનો વાર્ષિક રમતોત્સવ

જામનગર તા. ૨૫ઃ ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ સ્કૂલનો વાર્ષિક રમતોત્સવ (સ્પોર્ટસ ડે) ઓશવાળ સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ મશાલ પ્રગટાવી અને માર્ચ પાસ્ટથી કરવામાં આવ્યો હતો. આ તકે શાળાના પ્રમુખ મનિષભાઈ પટેલ, વિમલભાઈ સુમરિયા, જયભાઈ મારૃ, દિપેનભાઈ શાહ, ભાવિનભાઈ શાહ, પંકજભાઈ માલદે હાજર રહ્યા હતાં. આ રમતોત્સવમાં કુલ ર૦ અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી. જેમાં અંદાજીત પ૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. એન્કરીંગ તરીકે શાળાના શિક્ષકો રવિભાઈ દાઉદિયા તેમજ ખુશ્બુબેન ટાંક તેમજ સર્ટીફિકેટ તૈયાર કરવા માટે વૈશાલીબેન વાજા તેમજ જાગૃતિબેન કપૂરએ ફરજ બજાવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમના મુખ્ય મહેમાન ચંદુલાલ રાયચંદ દોઢિયા, શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજના પ્રમુખ હર્ષવદનભાઈ ગોસરાણી, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ રીતેષભાઈ ધનાણી, ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીના પ્રમુખ શિરીશભાઈ સાવલા, સભ્ય નિધિબેન શાહ હાજર રહ્યા હતાં. પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવેલ બાળકોને સર્ટીફિકેટ તેમજ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ રાગીણીબેન પાટલિયા, ચાંદનીબેન દોશી તેમજ વાઈસ પ્રિન્સિપાલ અનિતાબેન ગોસરાણી તેમજ નિરજ ભટ્ટ દ્વારા જહમેત ઊઠાવવામાં આવી હતી.

close
Nobat Subscription