જામનગરમાં તાપમાન ઘટતા ફરી ઠંડી વધીઃ મિશ્ર ઋતુનો અનુભવ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં સતત ત્રણ દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થયા પછી આજે તાપમાનનો પારો ચાર ડીગ્રી નીચે તરફ સરક્યો હતો. આમ ઠંડીમાં ફરી એક વખત થોડો વધારો જોવા મળ્યો છે.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો  સતત ઉપર તરફ સરકી રહ્યો હતો. પરિણામે ગઈકાલે ન્યુનત્તમ તાપમાન ૨૦ ડીગ્રી નોંધાયું હતું પરંતુ આજે તાપમાનનો પારો સડસડાટ ચાર ડીગ્રી નીચે તરફ સરકીને ૧૬ ડીગ્રીએ પહોંચી જતા અને તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો.

આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬ ડીગ્રી તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮૫ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિમીની રહેવા પામી હતી.

મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી નોંધાયું એટલું કે ગઈકાલની સરખામણીએ પારો બે ડીગ્રી ઉંચકાતા ગરમીનું જોર વધ્યું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન ઘટતા રાત્રે ઠંડીનું જોર વધ્યું હતું. આમ બપોરે ગરમી અને રાત્રે ઠંડી વધતા મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit