હાઈસ્કૂલના આચાર્યએ દીકરીના લગ્ન પ્રસંગે કરીયાવરમાં આપ્યા ગાડુ ભરીને પુસ્તકો

ખંભાળીયા તા. ૧૪ઃ ધ્રોલની ચંદ્રસિંહજી હાઈસ્કૂલના આચાર્ય તેમજ રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ ઉપપ્રમુખ, બોર્ડના પૂર્વ સદસ્ય હરદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાની સુપુત્રી ચિ. કિન્નરીબાનો લગ્નપ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.

આ લગ્નપ્રસંગ નિમિત્તે દાંડીયારાસના કાર્યક્રમ દરમ્યાન તેમણે દીકરીને કરિયાવરને રજુ કર્યો હતો. વિવિધ વિષયોના પુસ્તકો એક લાકડાનું ગાડુ ભરીને તેમણે આ કરિયાવરમાં આપ્યા છે. કિન્નરીબાએ તેમના પિતાને જણાવ્યું હતું કે મને કરિયાવરમાં પુસ્તકો જ આપજો. લગ્નપ્રસંગ-દાંડીયારાસમાં ઉપસ્થિત મહેમાનો શણગારેલું ગાડુ તથા પુસ્તકોનો કરિયાવર જોઈ અચંબિત થઈને ભાવવિભોર થઈ ગયા હતા. લગ્ન પ્રસંગના ચાંદલમાં પણ પુસ્તક આપવા પ્રેરાયા હતા. જેથી પુસ્તકોનો વધુ એક મોટો જથ્થો પણ આવી ગયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, જગમાલભાઈ ભેટારીયા, સુધાકર ચન્ને, પ્રજ્ઞાબેન આહિર, કલ્પેશ ગોકાણી પણ આ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit