દ્વારકામાંથી ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સ પકડાયાઃ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે

જામનગર તા. ૧૩ઃ દ્વારકાના ભથાણ ચોકમાંથી ગઈકાલે પોલીસે બે શખ્સને મોબાઈલમાં એપ્લીકેશન મારફત ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે. દ્વારકાના ભથાણ ચોકમાં ગઈકાલે બપોરે પોલીસે જાહેરમાં બેસી પોતાના મોબાઈલમાં ગુંચવાયેલા ઓખાની ગાંધીનગરીવાળા હિરેન રતિલાલ લોહાણાની નજીક જઈ ચકાસણી કરતા આ શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટ એક્સચેન્જ નામની એપ્લીકેશનમાં હાલમાં ચાલતી બીગબેઝ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો જણાઈ આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રૃા. ૧૨,૩૦૦ રોકડા તથા બે મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે. આ ઉપરાંત ભથાણ ચોકમાંથી જ ભાવીક રમણભાઈ સીમરીયા નામનો શખ્સ પણ મોબાઈલમાં એપ્લીકેશન મારફત સટ્ટો રમતો ઝડપાઈ ગયો હતો. તેના કબજામાંથી રૃા. ૧૧,૫૦૦ રોકડા અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit