Advertisement
Author: નોબત સમાચાર

સિગ્નેચર બ્રિજ તૈયારઃ લોકાર્પણની જોવાતી રાહ...

ઓખાથી બેટ જવાનો રૂ. ૯૬ર કરોડના ખર્ચે નિર્મિત

ખંભાળીયા તા.૧ઃ ઓખાથી બેટદ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે, તેમ જાણવા મળે છે.

દ્વારકા જિલ્લાના આકર્ષણરૂપ તથા લોકોને વર્ષોથી ઓખાથી બેટ દ્વારકા માટેનો વિકલ્પ સિગ્નેચર બ્રીજ પૂર્ણ થઈ ગયો હોય. ટૂંક સમયમાં તેનું લોકાર્પણ  થવા તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

ગત ર૦૧૮ ના આ મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત થઈ હતી જે પોણા પાંચ વર્ષે પૂર્ણ થયું છે. કુલ ૯૬ર કરોડના જંગી ખર્ચે બનેલ ડબલટ્રેક આ પુલ સ્ટીલનો બનેલો તથા ૮૯ ફૂટ પહોળો છે. તથા ૧૦-૧ર-ર૩ ના પૂર્ણ થવાનો હતો. જેનું કામ થોડું લંબાતા હવે પૂર્ણ થયો છે.

એસ.પી. સીંગળા કન્સ્ટ્રકશન પ્રા.લિ. કંપની દ્વારા આ પુલ બનાવાયો છે જે કોન્ટ્રાકટર સમગ્ર દેશના અનેક રાજ્યોમાં આવા મોટા કામો કરી રહ્યા છે.

તાજેતરમાં ૪ર હજાર કિલોના સંખ્યાબંધ ટ્રકો દ્વારા ટ્રેસ્ટીંગ કર્યા હતા પછી રંગબેરંગી લાઈટીંગ સાથે આ પૂલનો ટેસ્ટીંગ પણ કરાયો હતો જેમાં રાત્રે પૂલનો નજારો અદ્દભુત લાગતો હતો.

ઓખાથી બેટને જોડતો આ પૂલ થઈ જતાં લોકોને અડધો કલાક બોટની મુસાફરીની બચત થશે સાથોસાથ વાહનો છેક બેટ સુધી પહોંચશે પણ ત્યાં ટ્રાફિક વ્યવસ્થાનું ખાસ આયોજન કરવું પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh