પુત્રવધૂની આત્મહત્યાના કેસમાં સસરાની જામીન મુક્તિ

જામનગર તા. ૧૭ઃ જામનગરના તિરૃપતિ પાર્કમાં રહેતા એરફોર્સના કર્મચારી સરમત અનિલકુમાર રાજપૂતના પત્ની મંજુબેન પોતાના ઘરમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તે પછી મંજુબેનના પિતાએ પોતાની પુત્રીને જમાઈ સચિન, સસરા અનિલકુમાર મદનસીંગ રાજપૂત તથા સાસુએ દહેજ બાબતે ત્રાસ આપ્યાની અને તેના કારણે મંજુબેને ગળાફાંસો ખાધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

પોલીસે આઈ.પી.સી. કલમ ૪૯૮-એ, ૩૦૪-બી, ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી સસરા અનિલકુમારની ધરપકડ કરી જેલહાવેલ કર્યા હતાં. આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તેઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ હર્ષદ ભટ્ટ, નારણ ગઢવી રોકાયા છે.

close
Ank Bandh
close
PPE Kit