જામનગર નજીક નાઘેડી પાસેના સ્મશાનનું સુવિધાજનક નવ નિર્માણ હાથ ધરાયુંઃ નિઃશુલ્ક અગ્નિદાહની સુવિધા

જામનગર તા. ૧પઃ આજના કોરોનાના ભયંકર સમય દરમિયાન લગભગ દરરોજ જી.જી. હોસ્પિટલ અને પ્રાઈવેટ કોવિડ સેન્ટરોમાં મળીને વીસથી પચ્ચીસ લોકોના મૃત્યુ તો કોરોનાથી જ થાય છે. બાકીના કુદરતી મૃત્યુ તો આખા શહેરના અલગ જ હોય છે, અને આસપાસના બાયપાસ વિસ્તાર સુધીની ઝુપડપટ્ટી અને વિશાળ ઉદ્યોગનગરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ પણ અગ્નિ સંસ્કાર માટે સોનાપુરી અને ગાંધીનગરના સ્મશાને જ આવે છે. એના લીધે સ્મશાનમાં લાઈનો લાગે છે, અને મૃતદેહો તથા તેમના કુટુંબીજનોને છ થી સાત કલાક સુધી પણ રઝળવું પડે છે, અને દુઃખની ઘડીમાં વધુ દુઃખનું વાતાવરણ સ્મશાનમાં ઉભું થાય છે.

આ સ્થિતિને ધ્યાને લઈને સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા સેવાભાવી અગ્રણી વસ્તાભાઈ કેશવાલાએ જણાવ્યું છે કે, આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં આવતાં એક સ્મશાન બનાવવું જોઈએ આજના નિયમ મુજબ આપણે સ્મશાન યાત્રામાં તો જઈને બેસહારા માનવ મૃતદેહની સેવા કે કાંધ આપી શકતા નથી પણ સ્મશાનમાં તો સેવા કરી શકીએ ને...? આવો વિચાર મનમાં આવ્યો અને તેને અમલમાં બીજા જ દિવસે મુકેલ છે. અને તા. ૧-૯-ર૦ર૦ થી એક જુનુ અને ખંઢેર થઈ ગયેલ જેમાં ખાટલો પણ નથી અને ડાઘુને બેસવાની સગવડ કે ન્હાવા માટે પાણીની સગવડ પણ નથી. એવું નાઘેડી ગામનું સ્મશાન જે ર૦૦૦ ની સાલમાં "શ્રી કબીર લહેર તળાવ" ખંભાળીયા રોડ ઉપર બાંધેલ તે સમયે જ તે સમયના મહંત શ્રી જગદીશદાસજી મહારાજ સાહેબની આજ્ઞાથી અમે બનાવેલુ હતું. તેને વીસ વર્ષ થયા છે. તે જ સ્મશાનને ફરીથી નવું બનાવવાનું કામ શરૃ કરેલ છે. અને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં જનતાની સેવા માટે અર્પણ કરવાની મારી ઈચ્છા છે. કબીર આશ્રમ જામનગરના એક સેવાયજ્ઞમાં દિવેલ પુરવું છે.

આ સ્મશાનનું નામ પણ પરમ વંદનીય મહંત શ્રી જગદીશદાસજી મહારાજ સાહેબે "સત્યલોક પ્રસ્થાનધામ" રાખેલ છે.

આ સ્મશાનમાં અગ્નિદાહ માટે મૃતકના પરિવાર પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અગ્નિદાહ માટે જરૃરી લાકડાં પણ સ્મશાન તરફથી ફ્રી આપવામાં આવશે તેની કોઈપણ કિંમત લેવામાં આવશે નહીં. અને જો કોઈ અતિ દિન દુઃખી કુટુંબ હશે તો તેને ક્રિયાક્રમ માટે મારાથી બનતી શક્તિ પ્રમાણે આર્થિક મદદ પણ હું કરીશ. અત્યારે ત્રણ ખાટલા ફીટ કરેલ છે. અને ભવિષ્યમાં જરૃરત પડશે તો વધુ ખાટલા ફીટ કરવામાં આવશે. અને કોઈ દિવસ લાકડા વગર કોઈપણ મૃતદેહને રાહ જોવી પડે કે રઝડવું પડે એવો સમય હું આવવા નહીં દઉં. સુકાં લાકડાંના પુરતા સ્ટોકનું ધ્યાન હું પોતે જાતે રાખીશ અને વ્યવસ્થા કરીશ. ડાઘુને ન્હાવા માટે બોરવેલ અને પંપસેટ તથા પાણીના ટાંકાની વ્યવસ્થા પણ ભવિષ્યના ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યાં ઈલેક્ટ્રીક કનેકશન નથી તેથી પાવર હાઉસના અધિકારીઓને વિનંતી કરીને સ્મશાન માટે ઈલેક્ટ્રીક કનેકશન પણ લેવામાં આવશે. અને સ્વચ્છતા જાળવવા માટે મેઈન ગેઈટથી આખા પરિસર ૪૦૦૦ ચો.ફૂટમાં સિમેન્ટના બ્લોક નાખવામાં આવશે અને એક સફાઈ કર્મચારી કાયમી રાખવામાં આવશે.

મારાથી બનતી બધી કોષિશ કરીને જે-તે કુટુંબ પર આવી પડેલ કુદરતી દુઃખમાં સહભાગી બનવા પ્રયત્ન કરીશ. બસ આપ સૌ પાસે ફક્ત આશીર્વાદની જ અપેક્ષા રાખું છું. આપ સૌ મને આશીર્વાદ આપો કે કબીર આશ્રમની આ સેવા કાયમ માટે ચાલતી રહે અને નાના-મોટા દરેક પરિવારના દુઃખમાં સહભાગી બની શકીએ.

"મારા કોટી-કોટી વંદન આપ સૌને."

માટી કહે કુંમ્હાર સે, તું ક્યો રોંદે મોહે...!

એક દિન એસા આયેગા,  મૈ રોદુંગી તોહે...!!

"માણસનો સર્જનહાર ઈશ્વર તો દયાનો સાગર છે. તો ચાલો આપણે સૌ - દયાળું બનીએ..."

close
Ank Bandh
close
PPE Kit