જામનગરના શંકાસ્પદ કોરોનાના ત્રણેય રિપોર્ટ આવ્યા નેગેટીવઃ તંત્રને થઈ રાહત

જામનગર તા. રપઃ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે હાલારના ત્રણ શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટીવ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

જામનગરની સરકારી લેબમાં ચકાસણી કરવામાં આવેલા રર દર્દીના નમુનામાંથી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં જે બન્ને કેસ રાજકોટના છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે જ્યારે જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ રર શંકાસ્પદ દર્દીના જરૃરી નમૂના લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં અને ર૦ દર્દીના રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં. પોઝિટિવ કેસવાળા બન્ને દર્દીઓ રાજકોટના છે.

જામનગરની સરકારી લેબમાં તપાસવામાં આવેલા રર દર્દીઓના રિપોર્ટમાં રાજકોટના ૧ર, મોરબીના ૪, કચ્છ-ભૂજના ર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર, જામનગરનો એક અને સોમનાથ જિલ્લાના એક દર્દીનો સમાવેશ થાય છે.

આમ હાલરના ત્રણેય શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ મળતા સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

close
Nobat Subscription