ચૂંટણી નજીક આવે ત્યારે જ ભાજપના સત્તાવાળાઓને પ્રજાના કામો યાદ આવે છે !

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયા પાલિકામાં ભાજપનું  શાસન છે ત્યારે શાસકો ચૂંટણી આ વર્ષમાં આવનાર હોય, વિકાસના કામો શરૃ કર્યાનો આક્ષેપ કોંગ્રેસ શહેર પ્રમુખ કાંતિભાઈ નકુમે કર્યો છે.

વીસ-વીસ વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે પણ કેટલા વિકાસ કામો થયા...? રજાચિઠ્ઠી, ગંદકીના ઢગલાઓ ઉપાડવા, બાંધકામો, રસ્તા કરવામાં ગોલમાલ થાય છે. ચૂંટણી નજીક આવે ત્યારે રજાચિઠ્ઠી અને ગંદકીની ફરિયાદોનો નિકાલ કરવાનું કેમ યાદ આવે છે..?

કોંગ્રેસે પડકાર ફેંક્યો છે કે, જો પ્રજાનું સાચું હિત તમારા હૈયે હોય તો કોઈપણ જાતના સ્વાર્થ વગર કામ કરવાની તૈયારી હોવાનું જણાવી શહેરની પ્રજાના કાર્યો માટે તથા વિકાસ કામો કરવા તત્પરતા દર્શાવી છે.

close
Nobat Subscription