Advertisement
Author: નોબત સમાચાર

શું તમારી ગાડીથી અકસ્માત થાય તો જવાબદારી માત્ર ડ્રાઇવરની જ હોય છે?

                                                                                                                                                                                                      

પ્રશ્નઃ જો તમારી ગાડીથી અકસ્માત થાય, પણ ગાડી ચલાવનાર કોઈ બીજું હોય (કે ગાડી બીજાના નામે હોય), તો કોની મુશ્કેલી વધશે માલિકની કે ડ્રાઇવરની?

''સાહેબ, ગાડી મારી હતી પણ એ દિવસે મિત્ર કે સગાએ માંગીને ચલાવી હતી અને દુર્ઘટના થઈ ગઈ. તો શું પોલીસ મને પકડશે કે ગાડી ચલાવનારને?''

આપણે ઘણીવાર પોતાની ગાડી પરિવારના સભ્ય, મિત્ર, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિને ચલાવવા માટે આપતા હોઈએ છીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગાડી જે વ્યક્તિ ચલાવતી હોય તેની જ જવાબદારી હોય છે. પરંતુ કાયદાની દૃષ્ટિએ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. વાહન ચલાવનાર વ્યક્તિની સાથે ગાડીના માલિકની પણ જવાબદારી ઊભી થઈ શકે છે.

કાયદો શું કહે છે?

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ માર્ગ અકસ્માતની જવાબદારી નક્કી કરતી વખતે માત્ર ગાડી કોણ ચલાવતું હતું તે જોવામાં આવતું નથી, પરંતુ વાહન કોના નામે નોંધાયેલું છે, ડ્રાઇવરને ગાડી ચલાવવાની મંજૂરી કોણે આપી હતી, ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ હતું કે નહીં અને અકસ્માત કયા સંજોગોમાં થયો હતો તે બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ મુજબ, અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવર અને વાહન માલિક બંનેની સંયુક્ત જવાબદારી બને છે.

અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી શું?

જો ડ્રાઇવર બેદરકારીપૂર્વક, પૂરઝડપે કે જોખમી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જે, તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે.

અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઇજા થાય કે મૃત્યુ થાય તો પરિસ્થિતિ અને પુરાવાના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૨૫ તથા ૧૦૬ સહિતની લાગુ પડતી જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ગંભીર બેદરકારી, મૃત્યુ અને અન્ય સંજોગો પ્રમાણે કાયદાકીય પરિણામ નક્કી થાય છે.

આ ઉપરાંત મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪ હેઠળ જોખમી રીતે વાહન ચલાવવા બદલ પણ કાર્યવાહી થઈ શકે છે.

એટલે કે અકસ્માત સમયે ગાડી ચલાવનાર વ્યક્તિ પોતાની ડ્રાઇવિંગની બેદરકારી માટે વ્યક્તિગત રીતે જવાબદાર બની શકે છે.

તો શું વાહનમાલિક પણ જવાબદાર બને?

હા, ચોક્કસ સંજોગોમાં વાહનમાલિકની પણ જવાબદારી ઊભી થઈ શકે છે.

ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ પોતાની કાર તેના કર્મચારીને ઓફિસના કામ માટે આપે અને કર્મચારીની બેદરકારીથી અકસ્માત થાય, તો કર્મચારીની સાથે માલિક સામે પણ વળતરની જવાબદારી ઊભી થઈ શકે છે. તેને કાયદાની ભાષામાં Vicarious Liability એટલે કે અન્ય વ્યક્તિના કૃત્ય માટેની કાયદેસરની જવાબદારી કહેવામાં આવે છે.

વધુમાં, વાહનના રજિસ્ટર્ડ માલિક તરીકે મોટર વાહન અધિનિયમ હેઠળ પણ તેની જવાબદારીનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.

જો ડ્રાઇવર પાસે લાઇસન્સ ન હોય તો?

આ બાબત વાહનમાલિક માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.

મોટર વાહન અધિનિયમની કલમ ૫ મુજબ વાહનમાલિક અથવા વાહનના પ્રભારી વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વાહન ચલાવનાર વ્યક્તિ પાસે કાયદા મુજબ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય.

કલમ ૧૮૦ હેઠળ અયોગ્ય વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી આપનાર માલિક સામે કાર્યવાહી થઈ શકે છે અને કલમ ૧૮૧ હેઠળ લાઇસન્સ વિના વાહન ચલાવનાર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

આ ઉપરાંત, ડ્રાઇવર પાસે યોગ્ય લાઇસન્સ ન હોય અથવા વીમા પોલિસીની શરતોનો ભંગ થયો હોય તો વીમા કંપની વળતરની ચુકવણી અંગે વાંધો ઉઠાવી શકે છે. કેટલાક કિસ્સામાં વીમા કંપનીને વળતર ચૂકવીને વાહનમાલિક પાસેથી રકમ વસૂલવાનો અધિકાર પણ મળી શકે છે.

અકસ્માતના ભોગ બનનારને

વળતર કોણ આપશે?

અકસ્માતમાં અન્ય વ્યક્તિને ઇજા થાય અથવા મૃત્યુ થાય તો ભોગ બનનાર વ્યક્તિ અથવા તેના કાયદેસરના વારસદારો મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ સમક્ષ વળતર માટે દાવો કરી શકે છે.

મોટર વાહન અધિનિયમની કલમ ૧૬૬ હેઠળ વળતરનો દાવો કરી શકાય છે. કલમ ૧૬૮ હેઠળ ટ્રિબ્યુનલ યોગ્ય વળતર નક્કી કરીને જવાબદાર પક્ષો સામે આદેશ કરી શકે છે.

કલમ ૧૪૬ મુજબ જાહેર સ્થળે વાહન ચલાવવા માટે તૃતીય પક્ષ વીમો ફરજિયાત છે અને કલમ ૧૪૭ આ વીમા કવચની જોગવાઈ કરે છે.

સામાન્ય રીતે માન્ય વીમા પોલિસી હેઠળ વીમા કંપનીની જવાબદારી ઊભી થઈ શકે છે, પરંતુ તે પોલિસીની શરતો અને કાયદેસરના અપવાદોને આધીન છે.

ગાડી બીજાના નામે હોય તો શું?

માનો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી ગાડી ખરીદી લીધી છે, પરંતુ ઇ્ર્ંમાં હજુ પણ જૂના માલિકનું નામ ચાલુ છે. આવી સ્થિતિમાં અકસ્માત થાય તો માત્ર ગાડી ખરીદી લીધી હોવાનો કરાર બતાવીને જૂનો રજિસ્ટર્ડ માલિક પોતાની જવાબદારીથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકતો નથી.

આ જ રીતે ગાડીનું વેચાણ થાય ત્યારે સમયસર ઇ્ર્ંમાં માલિકી ફેરફાર કરાવવો અત્યંત જરૂરી છે.

લોકો શું ભૂલ કરે છે?

૧. આસાનીથી કોઈને પણ ગાડી આપી દેવીઃ મિત્રતા કે સગપણમાં વગર વિચારે કોઈપણ વ્યક્તિને ગાડી ચાવી સોંપી દેવી, ભલે તે ડ્રાઇવિંગમાં કાચો હોય કે તેની પાસે લાયસન્સ ન હોય.

૨. વીમાનું પ્રીમિયમ રિન્યુ ન કરાવવું: ગાડીનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ (્રૈઙ્ઘિ-ઁટ્ઠિંઅ ૈંહજેટ્ઠિહષ્ઠી) કે વીમાની મુદત પૂરી થઈ ગઈ હોય અને તેમછતાં ગાડી રસ્તા પર દોડાવવી.

૩. ગાડી વેચ્યા પછી આરસી બુક ટ્રાન્સફર ન કરાવવીઃ ગાડી બીજાને વેચી દીધી પણ આરસી બુકમાં નામ પોતાનું જ રાખ્યું. જો તે ગાડીથી અકસ્માત થાય, તો પોલીસ અને કોર્ટ સૌથી પહેલા મૂળ માલિક (જેના નામે આરસી છે) ને જ પકડે છે.

યાદ રાખો...

તમારી ગાડી ગમે તેને આપતા પહેલા સો વાર વિચારો; જો ડ્રાઇવરની ભૂલથી અકસ્માત થયો, તો માલિક તરીકે તમારો વારો પણ આવી શકે છે.

ગાડી વેચતી વખતે આરસી બુક વહેલી તકે પોતાના નામેથી ખસાવી દેવી, નહીંતર ભવિષ્યની જવાબદારી તમારી રહેશે.

વાહનનો વીમો હંમેશાં અપડેટ રાખવો, જે અકસ્માતના સમયે આર્થિક બચાવ કરે છે.

કાયદો કહે છે કે ગાડી આપવી એ વિશ્વાસની વાત છે, પણ કાગળો અને કાયદાકીય નિયમો પાળવા એ માલિકની ફરજ છે.

અંતમાં એટલું જ સમજવું જરૂરી છે કે ગાડીની ચાવી કોઈને આપવી એ માત્ર વિશ્વાસનો વિષય નથી, પરંતુ કાયદાકીય જવાબદારીનો વિષય પણ છે. તેથી પોતાની ગાડી કોઈને ચલાવવા આપતાં પહેલાં તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ તપાસો અને વાહનના વીમા સહિતના દસ્તાવેજો હંમેશાં અપડેટ રાખો.

ડિસ્કલેમરઃ- આ કોલમ લોકોને સરળ કાનૂની સમજ આપવા માટે છે... કોઈપણ કાનૂની પ્રક્રિયા પ્રવર્તમાન કાયદા-કાનૂન-નિયમ અનુસાર જ કરી શકાય છે. અહીં રજૂ થયેલી વિગતો લેખકની છે, જેને અમારી માન્યતા છે, તેમ સમજવું નહીં.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh