ઝારખંડમાં એલજેપી ભાજપથી અલગ ચૂંટણી લડશેઃ એજેએસયુ પણ અળગી

રાંચી તા. ૧રઃ મહારાષ્ટ્રમાં શિવસેનાએ છેડો ફાડ્યા પછી અન્ય રાજ્યોમાં પણ સાથી પક્ષો એનડીએમાંથી તૂટી રહ્યા છે. હવે ઝારખંડમાં એલજેપી અને એ.જે.એસ.યુ.એ બંડ પોકાર્યું છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાએ છેડો ફાડ્યા પછી હવે અન્ય રાજ્યોમાં પણ એન.ડી.એ.ના સાથીદારો તૂટી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) એ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપથી અલગ થઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી ૮૧ માંથી પ૦ સીટ પર ચૂંટણી લડશે. એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું કે, મંગળવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવશે.

આ પહેલા એલજેપીએ ભાજપ સાથે સંપર્ક કર્યો હતો અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. એલજેપીએ ભાજપ સાથે સંથાલની પરગનાની જરમુંડી વિધાનસભા સહિત ૬ સીટોની માંગણી કરી હતી, પરંતુ ભાજપ તરફથી આ સીટો પર તેમના ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા હતાં. ત્યારપછી સોમવારે જ એલજેપીએ નક્કી કરી લીધું હતું કે, તેઓ એકલા ચૂંટણી લડશે. મંગળવારે ચિરાગ પાસવાને તેની ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી.

રાજ્યમાં સરકારનો હિસ્સો માનવામાં આવતા સુદેશ મહતોની પાર્ટી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયને (એજેએસયુ) પણ અમુક સીટો પર ભાજપ ઉમેદવાર વિરૃદ્ધ ઉમેદવારો ઉતાર્યા છે. તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાની સીટ ચક્રધરપુર સામેલ છે. એજેએસયુના ૧ર ઉમેદવારના પહેલા લિસ્ટમાં ચંદનકિયારી અને લોહરદગા સીટની સાથે સાથે ૪ સીટ આવી છે. આ સીટ પર ભાજપ પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

એલજેપીએ ર૦૦પ માં ૩૮ સીટ પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ ઉમેદવારને જીત નહતી મળી. જ્યારે ર૦૦૯ માં ચૂંટણીમાં એલજેપીએ ઝારખંડમાં ૧૦ અને ર૦૧૪ માં એનડીએ ગઠબંધન અંતર્ગત એક સીટ પર ચૂંટણી લડી હતી. ર૦૦૯ અને ર૦૧૪ માં એક પણ સીટ પર એલજેપી ઉમેદવારને જીત મળી શકી નહતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit