દ્વારકા જિલ્લામાં આજથી ૭ ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી

ખંભાળિયા તા. ૧ઃ દ્વારકા જિલ્લામાં આજથી ૭ ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આવતીકાલથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થશે. આ ઉજવણી વર્ષ ર૦ર૦ ની થીમ 'સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે' આધારીત રહેશે. આ ઉપરાંત લોકોમાં પર્યાવરણ જાળવવાના ઉદાહરણ સાથેના 'અનોખા બંધન-એક કદમ પ્રકૃતિ તરફ' વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે નવાજતને સ્તનપાનથી થતાં ફાયદા વિષે પ્રેરિત કરવાની પહેલ કરવામાં આવી છે. આ સ્તનપાન સપ્તાહ અંતર્ગત તમામ જિલ્લાઓમાં, તમામ સગર્ભાઓ જેની સંભવિત સુવાવડ તારીખ (ઈડીડી) તા. ૧ થી તા. ૭ ઓગસ્ટ ર૦ર૦ સુધીમાં થનાર હોય તેમજ આ અઠવાડિયામાં જન્મ લેનાર નવજાત બાળકોના કુટુંબને એક છોડ આપવામાં આવશે તેમજ નવજાત અને છોડનું સરખી રીતે ધ્યાન રાખવા માટે પણ સમજણ આપવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત થનારા વૃક્ષારોપણમાં છોડના રોપણ માતા અથવા પિતા દ્વારા કરાવવામાં આવશે. રોપણ પછી સામાજિક દૂરી સાથે કુટુંબને બાળક માટે સ્તનપાન અને તેનું મહત્ત્વ શું છે તે અંગે, ખાસ કરીને બાળકના જન્મના એક કલાકમાં, અને ત્યારપછી છ માસ સુધી સ્તનપાન સાથે ઉપરી આહારથી થતાં ફાયદાઓની સમજ આપવામાં આવશે. આ સાથે નવજાતને કોઈપણ પ્રકારનું ઉપરનું દૂધન આપવા, ગાય, ભેંસ કે બકરીના દૂધ અથવા દૂધના પાઉડરનો ઉપયોગ ન કરવા માટે કુટુંબીજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્તનપાન વિશે જનજાગૃતિ માટે સમુદાય સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયા ઉપર જોડવામાં આવશે. આ ઉજવણી દરમિયાન લાભાર્થી સાથે ટેલિફોનિક સંવાદ, પ્રસૂતિ માટેની પૂર્વ તૈયારી અને સ્તનપાન અંગે સમજણ, રેડિયો મારફતે લોકોમાં સ્તનપાન વિષય પર જનજાગૃતિ માટે પ્રતિસ્પર્ધાનું આયોજન, ઘટન કક્ષાએ કાર્યક્રમો, પાલક વાલી દ્વારા નવજાત બાળકોના માતા તથા કુટુંબના સભ્યો સાથે ટેલિફોનિક વાર્તાલાપ, રેડિયો ઈન્ટરવ્યૂ સહિતના કાર્યક્રમો યોજાશે. તા. ૧ થી તા. તા. ૭ ઓગસ્ટ ર૦ર૦ દરમિયાન જન્મેલા નવજાત બાળકોના ઘરે અને સગર્ભા કે જેની પ્રસૂતિની સંભવિત તારીખ ૧ થી તા. ૭ ઓગસ્ટ-ર૦ર૦ હોય તેને ત્યાં ૭મીએ વૃક્ષારોપણ કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit