Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો ભરખી ગયો કાળ
ભાવનગર તા. ૧૧: મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને ગોઝારો અકસ્માત નડતા પ લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર વહેલી સવારે મનાલીથી બેલા જતી વખતે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈને ખીણમાં ખાબકી ગઈ હતી. કારમાં સવાર કુલ ૯ લોકો ખીણમાં ખાબકી ગયાની માહિતી સામે આવી હતી, જેમાંથી ૪ ને તો બચાવાયા, પણ પાંચ લોકો મોતના મૂખમાં ધકેલાઈ ગયા હતાં.
હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસે ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં લલિત કુતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે, જ્યારે મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીને બચાવી લેવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત વહેલી સવારે થયો જ્યારે પરિવાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહ્યો હતો. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ ૯ લોકો સવાર હતાં.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટૂકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખીણમાં ખાબકેલા ૯ લોકોમાંથી ૪ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, જો કે અન્ય પાંચ લોકોના ઘટના સ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
મૃતકો ભાવનગરના રહેવાસી હોવાની પુષ્ટિ થતા જ ભાવનગર અને ખાસ કરીને સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરી રહી છે. મોડેથી મળતા અહેવાલો મુજબ કારના ડ્રાઈવરનું પણ મોત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial