Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આઈ લવ કાલાવડ'માં વીડિયો મૂકાયાની રાવઃ
જામનગર તા. ૫: કાલાવડમાં રહેતા એક આસામીના પત્નીની જાલણસર ગામમાં આવેલી જમીનની બાજુમાં સરકારી જમીન પર દબાણ કરાયું હોવાનો આક્ષેપ મૂકતો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં બનાવ્યા પછી રૂ।.૫૦ હજારની માગણી કરી હતી. તે માંગ નહી સંતોષાતા વીડિયો આઈ લવ કાલાવડ નામની આઈડી પરથી ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કરાતા આ વ્યક્તિ સામે પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તથા બળજબરીથી પૈસા કઢાવવાનો પ્રયાસ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
કાલાવડ શહેરના ભગવતીપરામાં વસવાટ કરતા રમેશભાઈ મોહનભાઈ દોંગા નામના આસામીના પત્ની હીનાબેનના નામે કાલાવડ તાલુકાના જાલણસર ગામમાં રેવન્યુ સર્વે નં.૨૮૫માં આવેલી જમીનની બાજુમાં સરકારી જમીન આવેલી છે.
તે જગ્યા પર કાલાવડના વાલસી ગઢવી નામના આસામીએ જઈ સરકારી જમીન પર દબાણ કરાયું છે તેમ જણાવી તેનો વીડિયો બનાવ્યા પછી આઈ લવ કાલાવડ નામના પોતાના ઈન્સ્ટાગ્રામના આઈડી પર મૂકવાની ચીમકી આપી રમેશભાઈ પાસે રૂ।.૫૦ હજારની માગણી કરી હતી.
તે રકમ રમેશભાઈએ ન આપતા વાલસી ગઢવીએ ઉપરોક્ત વીડિયો આઈ લવ કાલાવડ નામની પોતાની ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કર્યાે હતો જેના કારણે રમેશભાઈની પ્રતિષ્ઠાને હાની થઈ હતી. આથી નારાજ થયેલા રમેશભાઈ દોંગાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં વાલસી ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે.
આ વ્યક્તિએ ઉપરોક્ત વીડિયો મૂકી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની કરવા ઉપરાંત બળજબરીથી રૂપિયા કઢાવવાનો પ્રયાસ કર્યાે હોય પીઆઈ પી.ટી. જયસ્વાલે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial