રાજકોટમાં ર૪ કલાકમાં ૩૯ અને ત્રણ દિવસમાં ૧૦૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ

સરકારી સમિતિએ માત્ર એક મૃત્યુ જાહેર કર્યું!

રાજકોટ તા. ૧પઃ રાજકોટમાં ર૪ કલાકમાં એટલે કે ગઈકાલે સારે ૮ થી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર હેઠળ રહેલા ૩૯ દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૬ ના મૃત્યુ થયા છે.

રાજકોટમાં સતત થઈ રહેલા મૃત્યુ વચ્ચે આજે ર૪ કલાકમાં અધધધ ૩૯ દર્દીઓનો ભોગ લેવાઈ જતા ફફડાટ ફેલાયો છે. તે સાથે છેલ્લા ૩ દિવસમાં મૃત્યુઆંક ૧૦૬ થઈ યો છે. સરકાર નિયુક્ત કોવિડ ડેથ-ઓડિટ કમિટીએ જાહેર કર્યા મુજબ રાજકોટ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, અને જિલ્લામાં તથા અન્ય જિલ્લામાં એક પણ મૃત્યુની નોંધ થઈ નથી! આ અંગે સત્તાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઈકાલ તા. ૧૪ ના સવારે ૮ વાગ્યાથી આજ તા. ૧પ ને સવારના ૮ વાગ્યા સુધીમાં શહેર-જિલ્લાના ૩૯ દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે જ દિવસમાં કોરોનાએ ૧૦૬ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઈ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. શહેર-જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઈ રહ્યા છે તેમાં મોટી ઉંમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળિયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૃરી બન્યું છે.

close
Ank Bandh
close
PPE Kit