રશિયાની સ્પુટનિક રસીનું ઉત્પાદન ભારતમાં જ થશે?

વેક્સિનના મુદ્દે આંતરરાષ્ટ્રીય રાજકારણ રમાઈ રહ્યું છે કે બીજું કાંઈ?

ભારતમાં ઘણી શોધખોળ થાય છે, પરંતુ પેટન્ટ રજિસ્ટર કરાવવામાં ભારત હંમેશાં બેદરકાર રહેતું હોવાથી ભારતના ઘણાં ઉત્પાદનો કે સંશોધનો બીજા દેશો કે વિદેશી નાગરિકોના નામે રજિસ્ટર્ડ થઈ જતા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ભારત હંમેશાં શોધખોળ, સંશોધન અને કાંઈક નવું કરવાની પહેલ કરવામાં સમગ્ર વિશ્વમાં અગ્રેસર રહ્યું છે, પરંતુ ભારતની મોટી ખામી એ છે કે સંશોધનો કર્યા પછી તેનું પેટન્ટ રજિસ્ટર કરાવવામાં ભારત હંમેશાં બેદરકાર રહેતું આવ્યું છે. આ કારણે ભારતની ઘણી શોધખોળ કાં તો વિદેશીઓના નામે અથવા અન્ય દેશોના નામે પેટન્ટ થઈ જતી હોવાની આશંકા જાગે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં સંશોધનો થયા હોય તેવી ૭૦ ટકાથી વધુ પેટર્નની પેટન્ટ અન્ય દેશો કે વિદેશી નાગરિકોના નામે રજિસ્ટર થઈ ગઈ હોવાનું બહાર આવતા દેશભરમાં આ અંગે ચર્ચા જાગી છે.

આનું કારણ ભારતમાં ઈનોવેશન અને પેટર્નની પેટન્ટ રજિસ્ટર કરાવવા અંગે લોકોને પૂરતી જાણકારી જ નથી. આ અંગે મોટાભાગના ઈનોવેટર્સ અજ્ઞાન છે. કોઈ પેટન્ટ રજિસ્ટર કરાવવી હોય તો તેને યોગ્ય માર્ગદર્શન, સલાહ કે સહયોગ આપવાની કોઈ જ સરળ અને સાર્વત્રિક વ્યવસ્થા જ ભારતમાં નથી. આ મામલામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તદ્ન બેદરકાર છે, અથવા ત્યાં પણ આ અંગેના 'જ્ઞાન'નો અભાવ હોઈ શકે છે. આ અંગે કેન્દ્ર-રાજ્ય સરકારોએ જિલ્લા કક્ષા સુધીનું કોઈ મિકેનિઝમ ઊભું કરવું જોઈએ.

જો કે, આ મુદ્દે હવે ભારતીયોમાં સ્વયંભૂ જાગૃતિ આવી રહી છે. લોકોને હવે આશા જાગી છે કે સરકારો પેટર્ન રજિસ્ટ્રેશન કરાવવાના મુદ્દે માર્ગદર્શન અને સહયોગ માટે કોઈ હેલ્પલાઈન શરૃ કરશે અને ઓનલાઈન માર્ગદર્શન ઉપરાંત કોઈ અલાયદી વ્યવસ્થા ઊભી કરીને ઈનોવેશન, પેટર્ન-સંશોધન, પેટન્ટ રજિસ્ટ્રેશન વગેરેને સાંકળીને સંશોધનકારો-ઈનોવેટરોને પૂરતું માર્ગદર્શન-મદદ અને યોગ્ય સલાહ પૂરી પાડવાની જિલ્લા કક્ષા સુધીની વ્યવસ્થાઓ ઊભી કરશે.

ભારતમાં કેન્દ્રનો સાયન્સ ટેકનોલોજી વિભાગ આ વિષય માટે કાર્યરત છે. તેના આંકડાઓ મુજબ ભારતમાં પેટન્ટ રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર અરજદારોમાં ૭૬ ટકા અરજીઓ વિદેશીઓની હોય છે, જ્યારે ભારતીયોની ટકાવારી માત્ર ૧૪ ટકા જ છે. તેનો મતલબ એવો થાય કે ભારતના ૭૬ ટકા સંશોધનોનું રજિસ્ટ્રેશન વિદેશીઓના નામે થાય છે. આ આખું પ્રકરણ પણ સંશોધનનો વિષય છે, અને તેમાં જરૃરી સુધારા પણ તત્કાળ થવા જોઈએ.

કોરોનાની રસીના મુદ્દે પણ હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ ખેલાઈ રહ્યું હોય તેમ જણાય છે.

વૈજ્ઞાનિકોના મતે ભારતમાં ઈનોવેટરો ગામેગામ અને દરેક શહેરોમાં છે, પરંતુ તે માટે ઈન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા તાકીદે ઊભી થવી જોઈએ. જો કોઈપણ ઈનોવેટર કે ઈન્સ્ટ્રીયાલિસ્ટને જો પૂરતો સહયોગ, સવલતો અને પૂરેપૂરી સ્વાયત્તતા આપવામાં આવે, તો જ શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય. આ માટે જાહેર ક્ષેત્રોના બદલે હવે ખાનગી ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરવાની તાતિ જરૃર છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કાંઈક કરવું જોઈએ.

ભારતની સેન્ટ્રલ ડુકા રેગ્યુલેટર સંસ્થાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કારણદર્શક નોટીસ પાઠવી છે, અને ઓક્સફર્ડ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની જાણ ડીસીજીઆઈને શા માટે કરી નહીં.? અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે શા માટે મંજુરી લેવામાં આવી નથી? તેના ખુલાસા માંગ્યા છે.

બીજી તરફ હવે ભારત સરકારે રશિયા સાથે વાટાઘાટો શરૃ કરી છે, અને રશિયાએ આ અંગે હકારાત્મક વલણ દાખવ્યું છે, જેની ભારત અને રશિયા વચ્ચે ટૂંક સમયમાં કોરોનાની રસી અંગે કોઈ સમજુતિ થાય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે, અને રશિયાની રસી સ્પુટનિકનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ભારતમાં થાય, અને તે પછી તેનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય, તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ભારત સંશોધન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. શૂન્યની શોધ કરનાર ભારતમાં હવે રશિયાની 'સ્પુટનિક' કોરોના વિરોધી રસીનું પણ ઉત્પાદન થઈ શકે છે.

close
Ank Bandh
close
PPE Kit