જામનગર જિલ્લાના ધ્રાંગડા પાસે બાઈકને મોટરે હડફેટે લેતા બે વ્યક્તિઓને ઈજા

જામનગર તા. ૨૧ઃ જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં વસવાટ કરતા મામદભાઈ કાસમભાઈ ખીરા અને તેમના મિત્ર ગયા સોમવારે રાજકોટથી મોટરસાયકલમાં લાખાબાવળ તરફ આવવા નીકળ્યા હતાં. તેઓ જયારે ધ્રોલ નજીકના ધ્રાંગડા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩-જેસી-૬૨૧૩ નંબરની ટીઆગો મોટરે તેઓને ઠોકરે ચઢાવતા ઘવાયેલા બન્ને વ્યકિતઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મામદભાઈની ફરિયાદ પરથી મોટરચાલક સામે કાનૂની કાર્યવાહી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit