વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બ્રાઝિલના પ્રવાસેઃ છઠ્ઠી વખત 'બ્રિક્સ'માં ભાગ લેશે

નવી દિલ્હી તા. ૧રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બ્રાઝિલના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 'બ્રિક્સ'ની બેઠકમાં ૬ઠ્ઠી વખત ભાગ લેશે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પૂતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી વાર બ્રિક્સમાં સામેલ થવા આજે બ્રાઝિલ રવાના થશે. તેઓ અહીં ૧૩ અને ૧૪ નવેમ્બરે આયોજિત સંમેલનમાં ભાગ લેશે. આ વખતે સમીટની થીમ 'ઉન્નત ભવિષ્ય' માટે આર્થિક વૃદ્ધિની છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી પહેલીવાર બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ર૦૧૪ માં બ્રાઝિલ શહેરના ફોર્ટલેઝા ગયા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદી આજે બ્રાઝિલના પાટનગર બ્રાઝિલિયા માટે રવાના થઈ રહ્યા છે. આ યાત્રા દરમિયાન તેમની સાથે એક બિઝનેસ ડેલિગેશન પણ સામેલ થશે. આ ડેલિગેશન ખાસ કરીને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અલગ-અલગ દ્વિપક્ષિય મુલાકાત કરશે. વડાપ્રધાન મોદીનું બ્રિક્સ બિઝનેસ ફોરમના સમાપન અને બ્રિક્સના મુખ્ય સત્ર અને સમાપન સમારોહ બન્ને કાર્યક્રમમાં ભાગ લેશે. સંમેલનમાં સમકાલીન વિશ્વમાં રાષ્ટ્રીય સંપ્રભુતા માટે પડકારો અને નવી તક વિશે વાતચીત થવાની શક્યતા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. બ્રિક્સનું પૂર્ણ અધિવેશન રહ્યું છે. તેમાં બ્રિક્સના દરેક નેતાઓ આર્થિક વિકાસ ક્ષેત્રે સહયોગ વધારવા વાતચીત કરશે. વડાપ્રધાન મોદી દરેક નેતાઓ સાથે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલમાં પણ ભાગ લેશે. તેમાં બ્રાઝિલિયન બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના ચેરમેન અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ તેમના રિપોર્ટ સોંપશે. તેમાં વેપાર અને રોકાણ પ્રમોશન એજન્સીઓ વચ્ચે બ્રિક્સ એમઓયુ પર હસ્તાક્ષર પણ થશે. સમાપન સમારોહ પછી નેતા 'સંમેલન' તેનું નિષ્કર્ષ પણ જાહેર કરશે.

બ્રિક્સ વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું શોર્ટ નામ છે. દરેક સભ્ય દેશ વિશ્વની ૪ર ટકા જનસંખ્યાનું અને વિશ્વની ર૩ ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો વિશ્વ વેપારમાં હિસ્સો ૧૭ ટકા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit