જામનગરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં ધામ-ધૂમથી ઉજવાયો છઠ્ઠો પાટોત્સવ

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા ભવ્ય બીએપીએસ (સ્વામીનારાયણ મંદિર)માં ગઈકાલે છઠ્ઠા પટોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે સવારે ૭ઃ૩૦ વાગ્ય શણગાર આરતી થયા પછી મંદિરમાં બિરાજમાન મૂર્તિઓના અભિષેક કરવામાં આવ્યો હતો. મહાપૂજન કરાયા પછી પાટોત્સવ નિમિત્તે સત્સંગસભા યોજવામાં આવી હતી. આ સત્સંગ સભામાં જામનગર, રાજકોટ, ભાદરા, ભૂજ, સારંગપુર તથા લિંબડી સહિતના મંદિરોમાંથી પધારેલા સંતોએ કથા-વાર્તાનો લાભ આપ્યો હતો. ત્યાર પછી બપોરના ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓના સુંદર અન્નકોટ યોજાયો હતો. આ પાટોત્સવ નિમિત્તે મંદિર પરીષર હરિભક્તોથી છલકાઈ ગયું હતું. તેમજ બપોરના પાટોત્સવની મુખ્ય આરતી કરવામાં આવી હતી. ત્યાર પછી ઉપસ્થિત ભક્તજનોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Subscription