દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૮ કન્ટેન્ટમેન્ટ ઝોન એક્ટીવ

ખંભાળીયા તા. ૩૧ઃ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાએ રફતાર પકડતા રોજ બે-ચાર કેસ નવા લાગતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થવા લાગ્યો છે. અગાઉ વેરાડ, સઈદેવળીયા, ભીમરાણા, કલ્યાણપુર, ડાલ્ડાબંદર વિગેરે સહિત ર૪ સ્થળોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં. તે પછી જામરોઝીવાડામાં ર૮ દિવસ પૂર્ણ થતા તથા ચૌદ દિવસથી પોઝિટિવ કેશુભાઈ કારેણાના વિસ્તારમાંથી કોઈ કેસ ન નીકળતા આ કન્ટેન્ટમેન્ટ ઝોન પૂર્ણ થયો છે.

જો કે, વધુ ચાર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું ગઈકાલે દ્વારકા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેર કર્યુ હતું. જેમાં ખંભાળીયામાં બંગલા વાડી શેરી નં. ૧ ના વિસ્તારના ૮ ઘરના ૩૩ લોકોનો વિસ્તાર, ખંભાળીયામાં શક્તિનગર શીરૃવાડી વિસ્તારના ૩ ઘરના ૧પ વ્યક્તિઓનો વિસ્તાર, ખંભાળીયા તા.ના ભાડથરના બે ઘરના ૧૯ વ્યક્તિઓનો વિસ્તાર, અને ભાણવડમાં ભારતનગર વેરાડ નાકા નું ૧ ઘરના પાંચ લોકોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલ જિલ્લામાં કુલ ર૮ કન્ટેન્ટમેન્ટ ઝોન એરિયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit