વસંત વાટીકામાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં ઘટાડો કરવા રજુઆત

જામનગર તા. ૨૯ઃ જામનગરના રણજીત સાગર રોડ પરના વસંત વાટીકામાં મોટા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વધુ વિસ્તારનો વ્યાપ ઓછો કરી આપવા લત્તાવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. વસંત વાટીકા શેરી નં. ૮ ના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજુઆત સાથે માંગણી કરી છે કે, આ વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આથી પરિણામે ૫૦ થી ૬૦ મકાનોને આવરી લેતા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોઝિટિવ કેસવાળા ઘરની આજુબાજુના આઠ-દસ ઘરના લોકોને કોરોન્ટાઈન કરવામાં આવે તે વ્યાજબી છે પરંતુ ૫૦ થી ૬૦ મકાનના લોકો શા માટે? આ વિસ્તારમાં રહેતા લોકો રોજનું કમાઈને ખાવાવાળાઓને અનાજ પૂરવઠો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વિસ્તારનો પ્રતિબંધનો વ્યાપ ઘટાડવો જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit