| | |

ભાણવડમાં ભોયરૃં નીકળતા તંત્રને કરાઈ જાણઃ કુતૂહલ સાથે લોકો ઉમટ્યા

ભાણવડ તા. ૨ઃ ભાણવડમાં રોડના ચાલતા કામ સમયે રસ્તા નીચેથી એક ભોયરૃં નજરે ચડ્યું હતું. આથી સંબંધિત તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડની દરબાર શેરીમાં નવી મસ્જિદ પાસે નગરપાલિકા દ્વારા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ માટે ખોદકામ કરતા સમયે રસ્તા નીચે એક ભોયરૃં નજરે ચડ્યું હતું. આથી તુરંત જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ સ્થળોની વીડિયો ક્લીપ પણ વાયરલ થવા પામી હતી. આથી ગ્રામજનો ભોયરૃં નિહાળવા ઉમટી પડ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit